IND vs SA, 3rd Test LIVE: ભારતીય ટીમનો સ્કૉર 200 રનની નજીક, પંતની લડાયક બેટિંગ
નવી દિલ્હી- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, બન્ને ટીમો સીરીઝમાં 1-1થી બરાબરી પર છે.
ભારતીય ટીમને સ્કૉર 200 રનની નજીક પહોંચી ગયો છે, ઋષભ પંતે બીજી ઇનિંગમાં લડાયક બેટિંગ કરતા 92 રન બનાવી લીધા છે. 61 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 8 વિકેટે 187 રન પર પહોંચ્યો છે.
કેપ્ટન કોહલી અને ઋષભ પંતે ભારતની ઇનિંગને સ્થિરતા આપી છે, ભારતીય ટીમ 41 ઓવર બાદ 4 વિકેટ ગુમાવીને 120 રન પર પહોંચી ગયુ છે. વિરાટ કોહલી 28 રન અને ઋષભ પંત 41 રન બનાવીને રમતમાં છે.
ત્રીજા દિવસની રમત શરૂ થતાંની સાથે જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પુજારા અને રહાણે આઉટ થઇ ગયા છે. પુજારા 9 રન અને રહાણે 1 રન બનાવીને પેવેલિયન ભેગા થયા છે.
બીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ મેળવી 70 રનની લીડ
ભારતે સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉનમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસના અંતે બે વિકેટ ગુમાવી 57 રન બનાવી લીધા છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ 70 રનની લીડ મેળવી હતી. ચેતેશ્વર પૂજારા નવ અને કેપ્ટન કોહલી 14 રને રમતમાં છે. કગિસો રબાડાએ મયંક અગ્રવાલને 7 અને માર્કો જેન્સને લોકેશ રાહુલને 10 રને આઉટ કર્યા હતા.
માઇકલ વૉને બુમરાહને ભારત માટે સૌથી પ્રભાવશાળી બૉલર માન્યો છે. તેને દક્ષિણ આફ્રિકાના તમામ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા. માઇકલ વૉને ટ્વીટ કરતા લખ્યું- જસપ્રીત બુમરાહની શાનદાર બૉલિંગ. મને લાગે છે કે તે તમામ ફોર્મેટમાં હાલના સમયનો દુનિયાનો સર્વશ્રેષ્ઠ બૉલર છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ માઇકલ વૉને ભારતીય ટીમને વિદેશોમાં હાર પર મજાક ઉડાવીને ગાળો પણ આપી હતી. જોકે હવે વૉને હવે ફરી એકવાર ટીમ ઇન્ડિયા પર ફિદા થયો છે.
જસપ્રીત બુમરાહે 23.3 બોલમાં 8 મેડન નાખી અને 42 રન આપી 5 વિકેટ ઝડપી હતી. બીજા દિવસની રમતમાં સાઉથ આફ્રિકાના ખેલાડી પીટરસને લડાયક ઈનિંગ રમી હતી પરંતુ જસપ્રીત બુમરાહની 5, શામીની 2, ઉમેશ યાદવની 2 અને શાર્દૂલ ઠાકુરની એક વિકેટની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને ઓલઆઉટ કરી દીધું હતું.
જસપ્રીત બુમરાહે કહ્યું- મને આ યાદ છે કે, મે તેને એકવાર પણ (આ મેચમાં) વાતચીત કરી. ગઇ મેચમાં જે કંઇ થયુ તે ખતમ થઇ ગયુ અને અમે જીવનમાં આગળ વધી ગયા છીએ. આ મેચમાં મને તેની સાથે ચર્ચા કે આંખથી સંપર્ક કર્યો તો પણ યાદ નથી. પરંતુ હા, અમે તેના પર ધ્યાન આપી રહ્યા છીએ કે અમારી ટીમને શું કરવાનુ છે. વિપક્ષી જે કરવા ઇચ્છે છે તે કરી શકે છે. અમે ટીમને સારી સ્થિતિમાં લાવવા માટે પોતાની પ્રક્રિયાઓ અને અમારા યોગદાનનુ પાલન કરવાની કોશિશ કરી રહ્યા છીએ.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (NCG) ખાતે રમાઈ રહી છે. પ્રથમ દિવસે ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા આજકાલ નવા લૂકમાં દેખાવવા લાગ્યા છે. તાજેતરમાં તેની એક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં તે ક્લિન શેવમાં છે. ખાસ વાત છે કે રોહિત શર્મા હાલ ઇજાના કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર નથી જઇ શક્યો, સીરીઝથી બહાર છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (NCG) ખાતે રમાઈ રહી છે. પ્રથમ દિવસે ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, બન્ને ટીમો સીરીઝમાં 1-1થી બરાબરી પર છે. ત્રીજી ટેસ્ટ મેચ જીતને બન્ને ટીમો સીરીઝ પર કબજો જમાવવા પ્રયાસ કરશે.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હી- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, બન્ને ટીમો સીરીઝમાં 1-1થી બરાબરી પર છે. ત્રીજી ટેસ્ટ મેચ જીતને બન્ને ટીમો સીરીઝ પર કબજો જમાવવા પ્રયાસ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -