Rishabh Pant Century, Ind Vs Sa: ભારત અને સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઇ રહી છે, આ મેચમાં ભારતની લાજ એકમાત્ર ખેલાડી ઋષભ પંતે બચાવી છે, જોકે, હજુ ભારતની જીતની આશા લગભગ અચોક્કસ છે. ત્રીજા દિવસની રમતથી દેશવાસીઓ ઋષભ પંત પર ફિદા થઇ ગયા છે. એકબાજુ આખી સાઉથ આફ્રિકાની ટીમ હતી તો બીજી બાજુ એકલવીર ઋષભ પંત સદી ફટકારીને તમામ બાજીને ઊંધી વાળી રહ્યો હતો. પંતે આ મેચમાં શાનદાર 100 રનની ઇનિંગ રમી અને અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. 


પંતે કેપટાઉન ટેસ્ટમાં અણનમ ઇનિંગ સાથે 139 બૉલમાં 100 રનની રમત રમી હતી. આ સાથે જ પંતના નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાયો હતો. ખરા સમયે ઋષભ પંતે સદી ફટકારીને પૂર્વ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડી નાંખ્યો અને સેના દેશોમાં નંબર વન ભારતીય વિકેટકીપર બની ગયો છે. જાણો કઇ રીતે ધોનીને પાછળ પાડીને બની ગયો નંબર વન..................


સાઉથ આફ્રિકામાં કોઇપણ ભારતીય વિકેટકીપરનો સર્વાધિક સ્કૉર- 
ઋષભ પંત- 100* રન
એમએસધોની- 90 રન
દીપ દાસગુપ્તા- 63 રન


SENA દેશોમાં કોઇપણ ભારતીય વિકેટકીપરનો સર્વાધિક સ્કૉર- 
સાઉથ આફ્રિકા – ઋષભ પંત 100 રન
ઇંગ્લેન્ડ –  ઋષભ પંત 114 રન
ન્યૂઝીલેન્ડ – સૈયદ કિરમાણી 78 રન
ઓસ્ટ્રેલિયા – ઋષભ પંત 159 રન


આ પણ વાંચો.....


IBPS Clerks Results: IBPS ક્લાર્ક XI પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું


UPSC Vacancy 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 78 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


Ayurveda Tips: શિયાળામાં ડૈંડ્રફની સમસ્યાને આ આયુર્વૈદિક ઉપચારથી કરો દૂર, વાળ ખરતા પણ થશે બંધ


શું આપને ગેસ અને એસિડીટિના કારણે સતત માથામાં રહે છે દુખાવો? આ છે તેનો રામબાણ ઇલાજ


આધારકાર્ડના નંબરથી આ રીતે થઇ શકે છે ફ્રોડ, સેફ્ટી માટે આ 10 ટિપ્સને કરો ફોલો


બિકીનીમાં ધમાલ મચાનારી આ હૉટ એક્ટ્રેસને કોંગ્રેસે આપી ટિકીટ, યુપીમાં કઇ બેઠક પરથી લડશે ચૂંટણી, જાણો