રાંચી: દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ત્રણ મેચોની સીરિઝની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ઉપકેપ્ટન અજિંક્ય રહાણે બીજા દિવસે પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. રહાણેએ 17 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 115 રનની ઇનિંગ રમી 11મી સદી ફટકારી હતી. જેની મદદથી ભારત મુશ્કેલ સ્થિતિમાંથી નીકળીને મજબૂત સ્થિતિમાં પહોંચ્યું છે.


આ મેચમાં રહાણેએ એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે, અજિંક્ય રહાણેએ રોહિત શર્મા સાથે ચોથી વિકેટ માટે 267 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતીય બેટ્સમેન તરીકે સૌથી વધુ વખત ચોથી વિકેટ માટે 200થી વધુ રનની પાર્ટનરશીપ મામલે રહાણે પાંચમી વખત આ કારનામું કર્યું છે. તેની સાથે રહાણેએ સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિને પોતાના કેરિયરમાં ચોથી વિકેટ માટે પાચ વખત 200 થી વધુ રનની પાર્ટનરશીપ નોંધાવી હતી.


અજિંક્ય રહાણેએ રોહિત શર્મા સાથે ચોથી વિકેટ માટે 267 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. જે સાઉથ આફ્રિકા સામે ચોથી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા રહાણેએ વિરાટ કોહલી સાથે સાઉથ આફ્રિકા સામે પૂણે ટેસ્ટમાં 178 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી.

રોહિત શર્માએ સીરિઝમાં ફટકારી ત્રીજી સદી, ટેસ્ટમાં બે હજાર રન કર્યા પૂરા

IND v SA: રોહિત શર્માએ સદી ફટકારતાં જ લગાવી રેકોર્ડની વણઝાર, જાણો વિગતે

‘સુપરમેન’ બનીને આ વિકેટકીપરે પકડ્યો શાનદાર કેચ, વીડિયો થયો વાયરલ