નવી દિલ્હીઃ ભારતીય ટીમને આગામી 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ રમવાની છે, આ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. રિપોર્ટ છે કે, ભારતના ચાર ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે અને આ કારણે કોહલી એન્ડ કંપનીની મુશ્કેલીઓ વધી ગઇ છે. ભારત સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ મેચ અને 3 વન-ડે મેચ રમશે. બન્ને દેશો વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ મેચની શરૂઆત થશે. 


ઇજાગ્રસ્ત થયેલા ખેલાડીઓ-
દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા ભારતીય ટીમમાંથી ઈશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja), અક્ષર પટેલ (Axar Patel) અને શુભમન ગિલ (Shubman Gill) ઇજાગ્રસ્ત થયા છે. આ ચારેય ખેલાડીઓ ભારતીય ટીમમાં ટેસ્ટ સ્ક્વૉડમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ ચારેય ખેલાડીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં થોડાક મહિના લાગી શકે છે.


રિપોર્ટનુ માનીએ તો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા લિગામેન્ટ ટિયર થઇ જવાથી પીડાઈ રહ્યો છે. જ્યારે ઈશાંત શર્માની આંગળી ડિસલોકેટ થઈ ગઈ છે. આ ઉપરાંત ડાબોડી સ્પિનર ​​અને બેટ્સમેન અક્ષર પટેલ સ્ટ્રેસ ફ્રેક્ચરથી પીડિત છે. વળી, એવું માનવામાં આવે છે કે પસંદગીકારો શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા મોકલવા અંગે પણ મક્કમ નથી. ગિલના પગની ઈજા ફરી સામે આવી છે. 


ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ


પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)


વન-ડે સીરિઝનું શિડ્યુલઃ


પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)


 


Omicron: બ્રિટનમાં 'Omicron' નો વિસ્ફોટ, એક દિવસમાં 101 નવા કેસ, PM બોરિસ જ્હોન્સને કહ્યું - ડેલ્ટા કરતા વધુ ચેપી છે


India Corona Cases: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, 60 ટકાથી વધુ કેસ કેરળમાં


હાર્દિક પંડ્યા ક્રિકેટથી થયો દુર, ઇજાઓથી કંટાળીને કઇ મોટી ટૂર્નામેન્ટ રમવાના ચોખ્ખી ના પાડી દીધી, હવે શું કરશે, જાણો વિગતે


ભારત સામેની સીરીઝ પહેલા ગભરાઇ ગઇ દક્ષિણ આફ્રિકાની ટીમ, લઇ લીધો આ મોટો નિર્ણય, જાણો વિગતે


કેટરીનાના લગ્નમાં નહીં જાય પૂર્વ પ્રેમી સલમાન ખાન, અચાનક છેલ્લી ઘડીએ પાડી દીધી ના, જાણો કેમ