Jasprit Bumrah: ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ અત્યારે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચોમાં દમદાર બૉલિંગ કરી રહ્યો છે. ત્રીજી ટેસ્ટમાં તેને ધારદાર બૉલિંગ કરતા આફ્રિકાની પાંચ વિકેટો ઝડપી લીધી હતી. પરંતુ આ બધાની વચ્ચે તેની એક વિકેટ ચર્ચાનો વિષય બની છે. આ છે માર્કે જેનસેનની વિકેટ. 


ખાસ વાત છે કે બુમરાહ અને માર્કો જેનસેન વચ્ચે બીજી ટેસ્ટ મેચ દરમિયાન જબરદસ્ત રીતે ઝઘડો થયો હતો. મેદાન પર બન્ને ખેલાડીઓ આમને સામને આવી ગયા હતા.  બુમરાહ પર કોમેન્ટ્સ કરતો પણ જોવા મળ્યો હતો. તે પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બીજી ટેસ્ટ દરમિયાન માર્કો જેનસને સતત બોડી લાઈન બોલિંગ કરી હતી અને એટલું જ નહીં તે જસપ્રીત બુમરાહ પર કોમેન્ટ્સ કરતો પણ જોવા મળ્યો હતો. ટિપ્પણી શું હતી એ તો જાણી શકાયું નથી, પરંતુ જસપ્રીત બુમરાહનો ગુસ્સો જોઈને અંદાજ લગાવી શકાય છે કે, તેણે ચોક્કસ ઉશ્કેરણીજનક વાત કરી હશે. આ બધુ બીજી ટેસ્ટની પહેલી ઈનિંગ્સની 54મી ઓવરમાં થયું હતું.


જસપ્રીત બુમરાહે કહ્યું- મને આ યાદ છે કે, મે તેને એકવાર પણ (આ મેચમાં) વાતચીત કરી. ગઇ મેચમાં જે કંઇ થયુ તે ખતમ થઇ ગયુ અને અમે જીવનમાં આગળ વધી ગયા છીએ. આ મેચમાં મને તેની સાથે ચર્ચા કે આંખથી સંપર્ક કર્યો તો પણ યાદ નથી. પરંતુ હા, અમે તેના પર ધ્યાન આપી રહ્યા છીએ કે અમારી ટીમને શું કરવાનુ છે. વિપક્ષી જે કરવા ઇચ્છે છે તે કરી શકે છે. અમે ટીમને સારી સ્થિતિમાં લાવવા માટે પોતાની પ્રક્રિયાઓ અને અમારા યોગદાનનુ પાલન કરવાની કોશિશ કરી રહ્યા છીએ.


આ પણ વાંચો........ 


Coronavirus Cases Today: કોરોના બેકાબૂ બન્યો, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 47 હજારથી વધુ કેસ નોંધાયા, 5488 લોકો ઓમિક્રોનથી સંક્રમિત


Electric Vs Petrol Scooter: કયું સ્કૂટર સારું છે ઇલેક્ટ્રિક કે પેટ્રોલ ? જાણો બંનેના ફાયદા અને ગેરફાયદા


એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી


Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો


KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સૂવર્ણ તક, 15 જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી, જાણો વિગતે


Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય