IND vs SA, 2nd Test LIVE : ભારતની પકડથી બહાર મેચ, સાઉથ આફ્રિકાને જીતવા માટે 122 રનની જરૂર

IND vs SA, 2nd Test : ટેસ્ટી સીરીઝ બચાવવા માટે આફ્રિકાને બીજી ટેસ્ટ જીતવી જરૂરી છે.

gujarati.abplive.com Last Updated: 06 Jan 2022 02:17 PM
પ્રથમ સેશન ધોવાયુ

જ્હૉનિબર્ગમાં ચોથા દિવસનુ પ્રથમ સેશન વરસાદના કારણે ધોવાઇ ગયુ છે.






વરસાદના કારણે મેચ રોકાઇ

ચોથા દિવસની રમત શરૂ થાય તે પહેલા જ વરસાદી વિઘ્ન આવી ગયુ છે, જ્હોનિસબર્ગમાં વાતાવરણે પલટો માર્યો છે અને ચોથા દિવસે વાદળો છવાયેલા રહ્યો અને બાદમાં વરસાદ પડતા મેચ રોકવી પડી છે. હાલ ભારતીય ટીમની મેચ પરથી પકડ ઢીલી થઇ રહી છે, તો વળી બીજીબાજુ મેચમાં સાઉથ આફ્રિકાને સીરીઝ બચાવવા અને ટેસ્ટ જીતવા માટે માત્ર 122 રનની જ જરૂરી છે. જોકે, કેપ્ટન એલ્ગર હજુપણ ક્રિઝ પર અડીખમ છે. હાલ સાઉથ આફ્રિકન ટીમનો સ્કૉર 2 વિકેટના નુકસાને 40 ઓવર બાદ 118 રન પર પહોંચ્યો છે. કેપ્ટન ડીન એલ્ગર 46 રન અને રુસી વાન ડેર ડૂસેન 11 રન રમતમાં છે.

વરસાદ વિઘ્ન બન્યો, મેચ રોકાઇ

વરસાદ વિઘ્ન બન્યો, મેચ રોકાઇ IND vs SA, 2nd Test LIVE : ભારતની પકડથી બહાર મેચ, સાઉથ આફ્રિકાને જીતવા માટે 122 રનની જરૂર






બુમરાહની આફ્રિકન બોલર સાથે ટક્કર

મેદાન પર ખૂબ જ શાંત દેખાતા બુમરાહને લાગ્યું કે દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર માર્કો જેન્સન તેની હદ વટાવી રહ્યો છે, તો તેણે પણ જોરદાર વળતો પ્રહાર કરતા જડબાતોડ જવાબ આપ્યો. જસપ્રીત બુમરાહ એટલો ગુસ્સે થઈ ગયો કે તે યજમાન ટીમના ફાસ્ટ બોલર માર્કો જાનસેન સાથે ટકરાઈ ગયો. બુમરાહ અને માર્કો જેન્સન વચ્ચેની આ જોરદાર ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ મેદાન પર પ્રથમ ઈનિંગમાં ઓછો સ્કોર બનાવીને મેચ જીતનારી ટીમ

187 રન, ભારત વિ સાઉથ આફ્રિકા, 2017-18
199 2ન, સાઉથ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા, 1966-67
226 રન, સાઉથ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ, 2007-08

ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ

પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)

IND vs SA, 2nd Test

IND vs SA, 2nd Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચ જ્હોનિસબર્ગમાં રમાઇ રહી છે, ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ જીતીને સીરીઝમાં 1-0થી આગળ નીકળી ગઇ છે. ટેસ્ટી સીરીઝ બચાવવા માટે આફ્રિકાને બીજી ટેસ્ટ જીતવી જરૂરી છે.

આ મેદાન પર પ્રથમ ઈનિંગમાં ઓછો સ્કોર બનાવીને મેચ જીતનારી ટીમ

187 રન, ભારત વિ સાઉથ આફ્રિકા, 2017-18
199 2ન, સાઉથ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા, 1966-67
226 રન, સાઉથ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ, 2007-08

ભારત 266 રનમાં ઓલઆઉટ

ભારત બીજી ઈનિંગમાં 266 રનમાં ઓલઆઉટ થયું છે. રહાણેએ 58 અને પુજારાએ 53 રન બનાવ્યા હતા. હનુમા વિહારી 40 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. રબાડા, ઓલિવિર અને એન્ગિડીએ 3-3 વિકેટ લીધી હતી.

પ્રથમ ઇનિંગમાં બેટ્સમેનો નિષ્ફળ 

ભારતે પ્રથમ દાવમાં 202 રન બનાવ્યા હતા. તે જ સમયે, આ સ્કોરના જવાબમાં, યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમે 229 રન બનાવ્યા અને 27 રનની નોંધપાત્ર લીડ લીધી. રમતના ત્રીજા દિવસે ભારત તરફથી અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. તે જ સમયે, કેપ્ટન કેએલ રાહુલ (8) અને મયંક અગ્રવાલ (23) ભારત માટે બીજા દાવમાં આઉટ થનારા બેટ્સમેનોમાં સામેલ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા માટે ડુઆન ઓલિવર અને માર્કો જેન્સનને એક-એક સફળતા મળી છે.

ભારતીય ટીમ

કેએલ રાહુલ ( કેપ્ટન),મયંક  અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત (વિ.કી.), આ અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, સિરાજ

ભારતીય ટીમ

કેએલ રાહુલ ( કેપ્ટન),મયંક  અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત (વિ.કી.), આ અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, સિરાજ

દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન

ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરમ, કીગન પીટરસન, રેસી વેન ડેર ડૂસેન, તેમ્બા બઉમા, કાઈલ વેરેના (વિકેટ કીપર), માર્કો જેનસેન, કગિસો રબાડા, કેશવ મહારાજ, ડુઆને ઓલિવિયર, લુંગી એન્ગિડી

બ્રેકગ્રાઉન્ડ

IND vs SA, 2nd Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચ જ્હોનિસબર્ગમાં રમાઇ રહી છે, ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ જીતીને સીરીઝમાં 1-0થી આગળ નીકળી ગઇ છે. ટેસ્ટી સીરીઝ બચાવવા માટે આફ્રિકાને બીજી ટેસ્ટ જીતવી જરૂરી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.