નવી દિલ્હીઃ આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ જ્હોનિબર્ગમાં રમાશે. બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. સેન્ચુરિયનમાં ૧૧૩થી ઐતિહાસિક જીત બાદ હવે જ્હોનિસબર્ગમાં પણ જીત મેળવવા કોહલી અને દ્રવિડ પ્રયાસ કરશે. ખાસ વાત છે કે, આ મેદાન પર ટીમ ઇન્ડિયા ક્યારેય ટેસ્ટ હાર્યુ નથી. બીજી તરફ સાઉથ આફ્રિકન ટીમ પણ જીત સાથે સીરીઝ બચાવવા પ્રયાસ કરતી દેખાશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આજની બીજી ટેસ્ટમાં કૉચ દ્રવિડ અને કેપ્ટન કોહલી એક ફેરફાર કરી શકે છે. શાર્દૂલ ઠાકુરને સ્થાને ફાસ્ટરને તક આપવા વિચારી શકે છે. આજે ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરને પડતો મૂકીને વધુ એક ફાસ્ટરને ટીમમાં સમાવે કરાય તેવી પુરેપુરી શક્યતા છે, આ ફેરફાર પીચને ધ્યાનમાં રાખીને કરવામાં આવી શકે છે. પ્રથમ ટેસ્ટમાં શાર્દૂલ કંઇ ખાસ પ્રભાવ પાડી શક્યો, હવે તેની જગ્યાએ આજે ઈશાંત શર્મા કે ઉમેશ યાદવમાંથી એકને તક આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતે પ્રથમ ટેસ્ટમાં બુમરાહ, શમી, સિરાજ અને અશ્વિનની સાથે શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યો હતો.
ભારત : કોહલી (કેપ્ટન), રાહુલ (વાઈસ કેપ્ટન), અગ્રવાલ, પુજારા, શ્રેયસ ઐયર, પંત (વિ.કી.), અશ્વિન, ઠાકુર, બુમરાહ, શમી, સિરાજ, રહાણે, સહા (વિ.કી.), જયંત યાદવ, પ્રિયાંક પંચાલ, ઉમેશ યાદવ, વિહારી અને ઈશાં શર્મા.
સાઉથ આફ્રિકા : એલ્ગર, માર્કરામ, બવુમા (વાઈસ કેપ્ટન), રબાડા, ઈરવી, બી.હેન્ડ્રિક્સ, લિન્ડે, મહારાજ, એનગિડી, મુલ્ડર, પીટરસન, ડેર ડુસેન, વેરેયને (વિ.કી.), જેન્સન, સ્ટુરમાન, સુબ્રાયેન, મગાલા, રિકેલ્ટન, ઓલિવિયર.
આ પણ વાંચો.........
SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી
વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ