પુણે: ભારત અને દક્ષિણ આફ્રિકા સામે પૂણેના એમસીએ મેદામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતે પ્રથ ઇનિંગમા 601/5 દાવ ડિક્લેર કર્યો હતો. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઇનિંગ 275 રન પર ખખડી ગઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાને 326 રનની લીડ મળી હતી. ભારતે ફરી બેટિંગ ના કરતા દક્ષિણ આફ્રિકાને ફોલૉઓન આપ્યું હતું.


ભારતીય બોલર બીજી ઈનિંગમાં આફ્રિકાની ટીમ પર ભારે પડ્યા અને 100 રન પહેલા જ પાંચ વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે આ મેચમાં દક્ષિણ આફ્રિકાને ફૉલોઑન આપીને ઇતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ ઇતિહાસમાં ફોલોઑન આપનાર પહેલો ભારતીય કેપ્ટન બની ગયો છે. ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ ટેસ્ટ જીતનારા કેપ્ટનો મોહમ્મદ અઝહરુદ્ધીન, સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોની પણ આ કારનામું કરી શક્યા નથી.


પ્રથમ ઇનિંગમાં ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ સાતમી બેવડી સદી ફટકારતાં 254* રન કર્યા હતા. તે સિવાય ઓપનર મયંક અગ્રવાલે 108 રન કર્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 91 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.