IND vs SL 2nd ODI : રોમાંચક મુકાબલામાં શ્રીલંકાને હરાવી ભારતે વનડે સીરીઝ પર કર્યો કબજો

રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી છે. દીપક ચહરે ભારતને હારેલી મેચમાં જીત અપાવી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 20 Jul 2021 11:33 PM
ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ


રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી છે. દીપક ચહરે ભારતને હારેલી મેચમાં જીત અપાવી છે. ભારતે એક સમયે 193 રનમાં સાત વિકેટ ગુમાવી દિધી હતી. બાદમાં ચહર અને ભુવનેશ્વર કુમારે મોર્ચો સંભાળ્યો હતો. ચહર 82 બોલમાં 69 રન બનાવી નોટઆઉટ રહ્યો છે. ભુવનેશ્વર કુમાર 28 બોલમાં 19 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. બંને વચ્ચે આઠમી વિકેટની 84 રનની પાર્ટનરશીપ થઈ હતી.

ભારતની જીત મુશ્કેલ

27 ઓવરના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 160 રન છે. સૂર્યકુમાર યાદવ 53 રન બનાવી આઉટ થયો હતો. કૃણાલ પંડ્યા 19 રને રમતમાં છે.

એક જ ઓવરમાં બે ઝટકા

18 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 115 રન છે.  હાર્દિક પંડયા ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. તેની પહેલા આ ઓવરમાં મનીષ પાંડે 37 રન બનાવી રન આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 30 રને રમતમાં છે. તેની સાથે રમતમાં કૃણાલ પંડ્યા જોડાયો છે.

મનીષ પાંડે આઉટ

ભારતને ચોથો ફટકો

17.2 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 115 રન છે. મનીષ પાંડે 37 રન બનાવી રન આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 30 રને રમતમાં છે. તેની સાથે રમતમાં હાર્દિક પંડ્યા જોડાયો છે.

ભારતની 3 વિકેટ પડી

16 ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 107 રન છે. શિખર ધવન 29 રન બનાવી આઉટ થયો હતો. મનીષ પાંડે 29 અને સૂર્યકુમાર યાદવ 26 રને રમતમાં છે.

ભારતને 276 રનનો ટાર્ગેટ

શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 275 રન બનાવ્યા હતા. અસલંકાએ શ્રીલંકા તરફથી સર્વાધિક 65 રન બનાવ્યા હતા. ફર્નાન્ડોએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચહલ-ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી.

અસલંકાની ફિફ્ટી

45 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 229 રન છે. અસલંકા 56 રને રમતમાં છે. કરૂણારત્ને 12 રને રમતમાં છે. અસલંકા શ્રીલંકા તરફથી આ ઈનિંગમાં સર્વોચ્ચ સ્કોર બનાવનારો ખેલાડી બન્યો હતો.

ભારતને મળી છઠ્ઠી સફળતા

40 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 194 રન છે. અસલંકા 34 રને રમતમાં છે. દીપક ચહરે હરસંગાને 8 રને આઉટ કરી ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી.

શ્રીલંકાનો સ્કૉર 150 રનને પાર

32 ઓવર બાદ શ્રીલંકાનો સ્કૉર 4 વિકેટે 160 રનને પાર પહોંચ્યો છે. કેપ્ટન દાસુન શનાકા 9 રન અને ચરિત અસલન્કા 19 રન બનાવીને રમી રહ્યાં છે. ભારત તરફથી યુજવેન્દ્ર ચહલને 2 વિકેટ અને ભુવનેશ્વર-ચાહરે એક-એક વિકેટો ઝડપવામાં સફળતા મળી છે.

32 રન બનાવીને ડી સિલ્વા આઉટ

શ્રીલંકાને ચોથો ઝટકો લાગ્યો છે. ધનંજય ડી સિલ્વા 32 રન બનાવીને આઉટ થઇ ગયો છે. દીપક ચાહરે ધવનના હાથમાં ઝીલાવી દીધો. શ્રીલંકા ટીમ 29 ઓવર બાદ 4 વિકેટ ગુમાવીને 140 રન બનાવી શકી છે.

ફર્નાન્ડો 50 રન બનાવીને આઉટ

શ્રીલકાને મોટો ઝટકો લાગ્યો છે. આક્રમક ઓપનર આવિશ્કા ફર્નાન્ડો ફિફ્ટી ફટકારીને આઉટ થઇ ગયો છે. ફર્નાન્ડોએ શાનદાર ઇનિંગ રમતા 71 બૉલમાં 50 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. ફર્નાન્ડોને ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારે કૃણાલ પંડ્યાના હાથમાં ઝીલાવી દીધો. 27 ઓવર બાદ શ્રીલંકાનો સ્કૉર 3 વિકેટે 132 રન પર પહોંચ્યો છે.

શ્રીલંકા 100 રનને પાર

શ્રીલંકા ટીમનો સ્કૉર 100 રનને પાર પહોંચી ગયો છે. 22 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કૉર 2 વિકેટના નુકશાને 107 રન પર છે. ધનંજય ડી સિલ્વા 16 રન અને આવિશ્કા ફર્નાન્ડો 43 રને ક્રિઝ પર છે. 

16 ઓવરના અંતે શ્રીલંકા

16 ઓવર બાદ શ્રીલંકાનો સ્કૉર 2 વિકેટના નુકશાને 85 રન પર પહોંચ્યો છે. આવિશ્કા ફર્નાન્ડો 45 બૉલમાં 33 રન બનાવીને ક્રિઝ પર છે, જ્યારે સામે છેડે ધનંજય ડી સિલ્વા 5 રન બનાવીને રમી રહ્યો છે. 

ચહલની શાનદાર બૉલિંગ

ભારતીય સ્પીનર યુજવેન્દ્ર ચહલે સતત બે બૉલમાં બે વિકેટો ઝડપીને ટીમ ઇન્ડિયાને મેચમાં વાપસી કરાવી છે. 14મી ઓવરના બીજા બૉલ પર મિનોદ ભાનુકાને અને ત્રીજા બૉલ પર ભાનુકા રાજપક્ષાને પેવેલિયન મોકલ્યા. 14 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કૉર 2 વિકેટે 78 રન થયો છે. આવિષ્કા ફર્નાન્ડો 30 રન અને ધનંજય ડી સિલ્વા 1 રન બનાવી રમતમાં છે. 

ચહલે બે બોલમાં લીધી બે વિકેટ

14 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 78 રન છે. 14મી ઓવરના બીજા બોલ પર ભાનુકા 36 રન બનાવી ચહલની ઓવરમાં મનીષ પાંડેના હાથે કેચ આઉટ થયો હતો. આ પહેલા ભાનુકાનો ઈનિંગની બીજી જ ઓવરમાં પાંડેએ કેચ છોડ્યો હતો. ત્રીજા બોલ પર ચહલે રાજાપકાસાને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગો કર્યો હતો.

શ્રીલંકાના 50 રન પુરા

શ્રીલંકન ઓપનરોએ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી, ટીમના 50 રન માત્ર 7.5 ઓવરમાં જ નોંધાયા. 8 ઓવરના અંતે ટીમનો સ્કૉર વિના વિકેટે 53 રન પર પહોંચ્યો છે, ભાનુકા 26 રન અને ફર્નાન્ડો 25 રન બનાવીને ક્રિઝ પર છે

ઓપનિંગ જોડી ક્રિઝ પર

બીજી વનડેમાં શ્રીલંકન ટીમની બેટિંગ શરૂ થઇ ગઇ છે. ઓપનિંગ જોડી મિનોદ ભાનુકા અને આવિશ્કા ફર્નાન્ડો ક્રિઝ પર છે. ટીમનો સ્કૉર 5 ઓવરના અંતે વિના વિકેટે 28 રન થઇ ગયો છે. ભાનુકા 12 રન અને ફર્નાન્ડો 15 રને રમતમાં છે, બન્ને બેટ્સમેનો શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. 

શ્રીલંકન ટીમ

આવિષ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, ચરીત અસલન્કા, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસરરંગા, ચમિકા કરુણારત્ને, દુષ્નામન્તા ચમીરા, લક્ષન સંડાકન, કુસુન રજીતા.

ભારતીય ટીમ

પૃથ્વી શૉ, શિખર ધવન (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ. 

પીચ રિપોર્ટ

આજની મેચમાં પણ પીચમાં ખુબ ટર્ન થવાની સંભાવના છે. જોકે બેટિંગ માટે પીચ સારી રહેશે. સાથે સાથે હવામાન પણ સારુ રહે તેવી શક્યતા દેખાઇ રહી છે.

શ્રીલંકાએ ટૉસ જીત્યો, પહેલા કરશે બેટિંગ

બીજી વનડેમાં શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે. પ્રથમ વનડેમાં પણ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી ટીમ. આજની બીજી વનડે પણ કોલંબોના પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

ભારતીય ટીમ

શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપકેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા. નેટ બૉલરો- ઇશાન પોરેલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાઇ કિશોર, સિમરજીત સિંહ.

શ્રીલંકન ટીમ

દાસુન શનાકા (કેપ્ટન) ધનંજય ડી સિલ્વા (ઉપકેપ્ટન), આવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, પથુમ નિસંકા, ચરિત અસલંકા, વનિન્દુ હસરંગા, આશેન બંડારા, મિનોદ ભાનુકા, લાહિરુ ઉદાના, રમેશ મેન્ડિસ, ચમિકા કુરણારત્ને, દુષ્મંથા ચનેરા, લક્ષન સંદાકન, અકિલા ધનંજય, શિરન ફર્નાન્ડો, ધનંજય લક્ષણ, ઇશાન જયરત્ને, પ્રવિણ જયવિક્રેતા, અસિતાર ફર્નાન્ડો, કસુન રજિતા, લાહિરુ કુમારા, ઇસુરુ ઉદાના.

બપોરે શરૂ થશે મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડે મેચ 20 જુલાઇ 2021ના દિવસે શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.

અહીંથી જોઇ શકાશે લાઇવ મેચ

સોની સ્પોર્ટ ટૂ ભારત વિરુદ્ધ શ્રીલંકા વનડે સીરીઝનુ પ્રસારણ ભારતમાં કરશે. સીરીઝની બીજી વનડે મેચ સોની ટેન 2 અને સોની ટેન 2 એચડી ચેનલ પર જોઇ શકાય છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી બીજી વનડે મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ લિપ એપ પર જોઇ શકાશે. 

પ્રથમ વનડેમાં યુવાઓની રહી બોલબાલા

પ્રથમ વનડેમાં યુવા ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કર્યુ, બૉલિંગમાં સ્પીડન જોડી કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે શ્રીલંકાને માત આપી, અને બેટિંગમાં યુવા ખેલાડીઓ પૃથ્વી શૉ અને ઇશાન કિશને શ્રીલંકન બૉલરોને જબરદસ્ત રીતે ધોયા હતા. જોકે, કેપ્ટન શિખર ધવને પણ ટીમને યોગ્ય સંતુલન આપવા શાનદાર ઇનિંગ રમી હતી. 

કેપ્ટન-કૉચની જોડી

ત્રણ વનડે મેચોની સીરીઝ માટે ભારતીય ટીમમાં કેપ્ટન અને કૉચની નવી જોડી મેદાનમાં દેખાઇ રહી છે. કેપ્ટન તરીકે શિખર ધવન અને કૉચ તરીકે રાહુલ દ્રવિડને જવાબદારી સોંપવામાં આવી છે. બન્ને સીરીઝમાં સારુ પરફોર્મન્સ બતાવી રહ્યાં છે

ભારતે બનાવી છે 1-0ની લીડ

શ્રીલંકા વિરુદ્ધ પહેલી વનડે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કર્યા બાદ આજે ભારતીય ટીમ બીજી વનડે મેચ રમવા મેદાનમાં ઉતરશે. ત્રણ મેચોની સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમની આગેવાની કેપ્ટન શિખર ધવન કરી રહ્યો છે, અને કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યાં છે. 

ભારત-શ્રીલંકા વચ્ચે બીજી વનડે

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વનડે મેચ, પ્રેમદાસા સ્ટેડિયમાં રમાયેલી પ્રથમ વનડે જીતી બાદ ટીમ ઇન્ડિયા આજની મેચ પણ જીતવા કોશિશ કરશે, ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ છે. 

બ્રેકગ્રાઉન્ડ

રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી છે. દીપક ચહરે ભારતને હારેલી મેચમાં જીત અપાવી છે. ભારતે એક સમયે 193 રનમાં સાત વિકેટ ગુમાવી દિધી હતી. બાદમાં ચહર અને ભુવનેશ્વર કુમારે મોર્ચો સંભાળ્યો હતો. ચહર 82 બોલમાં 69 રન બનાવી નોટઆઉટ રહ્યો છે. ભુવનેશ્વર કુમાર 28 બોલમાં 19 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. બંને વચ્ચે આઠમી વિકેટની 84 રનની પાર્ટનરશીપ થઈ હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.