IND vs SL 3rd ODI : અંતિમ વનડે મુકાબલામાં શ્રીલંકાએ 3 વિકેટથી જીત મેળવી
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની આજે અંતિમ વનડે મેચ રમાઇ હતી. આ મેચમાં શ્રીલંકાની 3 વિકેટથી જીત થઈ છે.
ત્રીજી વનડે મેચમાં શ્રીલંકાની 3 વિકેટથી જીત થઈ છે. ભારતે આપેલા 227 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમે 39 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે. શ્રીલંકા તરફથી સૌથી વધુ 76 રન અવિષ્કા ફર્નાન્એ બનાવ્યા હતા.
ઈન્ડિયાએ શ્રીલંકાને ત્રીજી વનડે જીતવા માટે 227 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ડકવર્થ લુઈસ મેથડથી ઈન્ડિયાના સ્કોરમાં 1 રન એડ કરાયો છે. શ્રીલંકન ટીમે 1 વિકેટના નુકસાન પર 114 રન બનાવી લીધા છે. શ્રીલંકાની ટીમે આ મેચમાં મજબૂત પકડ બનાવી છે. અવિષ્કા ફર્નાન્એ 54 રન બનાવ્યા છે. ભાનુકા રાજપક્ષે 41 રને બેટિંગમાં છે. શ્રીલંકાનો સ્કોર 19.2 ઓવરમાં 119/1
નવદીપ સૈની આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા 225 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે. વરસાદના કારણે મેચ 47 ઓવરની કરી દેવામાં આવી હતી, પરંતુ ભારતીય ટીમ 43.1 ઓવર જ રમી શકી. ભારત તરફથી સૌથી વધુ 49 રન પૃથ્વી શોએ બનાવ્યા હતા. ડેબ્યૂ મેચમાં સંજૂ સેમસને 46 રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 40 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય ટીમના શરુઆતના બેટ્સમેનોએ સારી શરુઆત અપાવી હતી પરંતુ મધ્યક્રમના બેટ્સમેનો આશા મુજબ પ્રદર્શન ન કરી શક્યા. આજ કારણે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં ફસાઈ છે. 37 ઓવર બાદ ભારતનો સ્કોર 206/8
શ્રીલંકાના બોલર પ્રવીણ જયવિક્રમાએ અત્યાર સુધીમાં 3 વિકેટ ઝડપી છે. ફરી એક વખત ટીમ ઈન્ડિયાને અંતિમ બેટ્સમેનો પાસેથી રનની આશા છે. 36 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 202/8
ટીમ ઈન્ડિયાની 5 વિકેટ પડી, હાર્દિક પંડ્યા 19 રન બનાવીને આઉટ
સુર્યકુમાર યાદવ અડધી સદી મારવા તરફ આગળ વધી રહ્યો છે. 28 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 179/4
જયવિક્રમા પોતાની સાતમી ઓવર નાખવા આવ્યો છે. બીજા બોલમાં હાર્દિકે ફોર ફટકારી ટીમનો સ્કોર આગળ વધાર્યો છે. 27 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 176/4
વરસાદના કારણે રોકાયેલી મેચ સાંજે 6.30 વાગ્યે શરુ થશે. હવે બંને ટીમો 47-47 ઓવર રમશે. વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મેચની વચ્ચે વરસાદ શરૂ થઇ ગયો છે, અને આ કારણે મેચને રોકવા પડી છે. એમ્પાયર્સે મેચ રોકવાનો ફેંસલો લીધો છે. હાલ ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. ભારતીય ટીમે 23 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 147 રન બનાવી લીધા છે. સૂર્યકુમાર યાદવ 22 રન અને મનિષ પાંડે 10 રન બનાવીને ક્રિઝ પર છે.
સૂર્યકુમાર યાદવને જયવિક્રમાએ ઓવરના પહેલા જ બૉલ પર એલબીડબલ્યૂ આઉટ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ તેને રિવ્યૂ લીધો. આમાં થર્ડ એમ્પાયરે તેને નૉટઆઉટ ગણાવ્યો હતો. 23 ઓવર બાદ ભારતનો સ્કૉર 147/3
સૂર્યકુમાર યાદવને જયવિક્રમાએ ઓવરના પહેલા જ બૉલ પર એલબીડબલ્યૂ આઉટ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ તેને રિવ્યૂ લીધો. આમાં થર્ડ એમ્પાયરે તેને નૉટઆઉટ ગણાવ્યો હતો. 23 ઓવર બાદ ભારતનો સ્કૉર 147/3
સૂર્યકુમાર યાદવને જયવિક્રમાએ ઓવરના પહેલા જ બૉલ પર એલબીડબલ્યૂ આઉટ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ તેને રિવ્યૂ લીધો. આમાં થર્ડ એમ્પાયરે તેને નૉટઆઉટ ગણાવ્યો હતો. 23 ઓવર બાદ ભારતનો સ્કૉર 147/3
21 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટ ગુમાવીને 132 રન પર પહોંચ્યો છે. સૂર્યકુમાર યાદવ 8 રન અને મનિષ પાંડે 9 રન બનાવીને રમતમાં છે
ડેબ્યૂ મેચમાં શાનદાર ઇનિંગ રમ્યા બાદ સંજૂ સેમસન આઉટ થઇ ગયો છે. સંજૂએ 46 બૉલમાં 46 રનની ઇનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સામેલ હતો.
ડેબ્યૂ મેચમાં શાનદાર ઇનિંગ રમ્યા બાદ સંજૂ સેમસન આઉટ થઇ ગયો છે. સંજૂએ 46 બૉલમાં 46 રનની ઇનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સામેલ હતો.
ભારતનો મોટો ઝટકો લાગ્યો છે, તોફાની ઓપનર પૃથ્વી શૉ 49 રને આઉટ થયો છે. 16મી ઓવરના પાંચમા બૉલ પર શ્રીલંકન કેપ્ટન શનાકાએ પૃથ્વી શૉને એલબીડબ્યૂ આઉટ કરાવી દીધો હતો. પૃથ્વી શૉએ 49 બૉલમાં 8 ચોગ્ગા સાથે શાનદાર 49 રનની ઇનિંગ રમી હતી. ટીમનો સ્કૉર 16 ઓવર બાદ 2 વિકેટેના નુકશાને 102 રન પર પહોંચ્યો છે. સંજૂ સેમસન 33 રન અને મનિષ પાંડે 0 રને ક્રિઝ પર છે
15 ઓવર બાદ ભારતનો સ્કૉર 1 વિકેટના નુકશાને 101 રન પર પહોંચ્યો છે. ધવનના આઉટ થયા બાદ ક્રિઝ પૃથ્વી શૉ અને સંજૂ સેમસને બાજી સંભાળી લીધી છે. બન્ને બેટ્સમેનોએ તાબડતોડ બેટિંગ કરી છે. પૃથ્વી 49 રન અને સંજૂ 32 રન બનાવીને ક્રિઝ પર છે.
10 ઓવર બાદ ટીમ ઇન્ડિયાના સ્કૉર 1 વિકેટના નુકશાને 66 રન પર પહોંચ્યો છે. ઓપનર પૃથ્વી શૉ 29 રન અને વિકેટકીપર બેટ્સમેને સંજૂ સેમસન 18 રને રમતમાં છે.
ટીમ ઇન્ડિયાના 50 રન પુરા, 7 ઓવર બાદ ટીમનો સ્કૉર 1 વિકેટના નુકશાને 52 રન પર પહોંચ્યો છે. પૃથ્વી શૉ 26 રન અને સંજૂ સેમસન 7 રન બનાવીને ક્રિઝ પર છે
ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાને કેપ્ટન ધવનના રૂપમા પ્રથમ ઝટકો લાગ્યો છે. ત્રીજી ઓવરના ત્રીજા બૉલ પર ચમીરાએ શિખર ધવનને વિકેટકીપર ભાનુકાના હાથમાં ઝીલાવી દીધો. કેપ્ટન ધવન 11 બૉલમાં 3 ચોગ્ગા સાથે 13 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. 4 ઓવરના અંતે ટીમ ઇન્ડિયા 1 વિકેટના નુકશાને 35 રન બનાવી શકી છે, પૃથ્વી શૉ 14 રન અને સંજૂ સેમસન 2 રન કરીને ક્રિઝ પર છે.
પૃથ્વી શૉ, શિખર ધવન (કેપ્ટન), સંજૂ સેમસન (વિકેટકીપર), મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, નીતિશ રાણા, હાર્દિક પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, રાહુલ ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા
આવિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, ચરિથ અસલન્કા, દાસુન શનાકા (કેપ્ટન), રમેશ મેન્ડીસ, ચમિકા કરુણારત્ને, અકિલા ધનંજય, દુષ્મન્થા ચમીરા, પ્રવીણ જયવિક્રમા.
ટીમ ઇન્ડિયા આજે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમી રહી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. ખાસ વાત છે કે કેપ્ટન શિખર ધવન અને કૉચ રાહુલ દ્રવિડે આજની વનડેમાં પાંચ ખેલાડીઓને વનડે ડેબ્યૂ કરાવ્યુ છે. ભારત તરફથી આજે સંજૂ સેમસન, નીતિશ રાણા, કે.ગૌતમ, સાકરિયા અને રાહુલ ચાહરને ડેબ્યૂ કેપ આપવામાં આવી છે.
ભારતીય કેપ્ટન શિખર ધવને ત્રીજી વનડે માટે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે. આ પહેલાની બન્ને વનડેમાં ભારતીય ટીમે બીજી ઇનિંગમાં બેટિંગ કરી હતી. પ્રેમદાસા સ્ટેડિયમમાં 3 વાગ્યાથી વનડે મેચ શરૂ થશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વડે મેચ 18 જુલાઇએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમયાનુસાર આ વનડે મેચ બપોરે 3 વાગે શરૂ થશે, જોકે, ટૉસ 2.30 વાગે થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રીજી વનડે મેચ તમે સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર જોઇ શકશો. આ નેટવર્ક પર હિન્દી અને ઇંગ્લિશ કૉમેન્ટ્રીની સાથે તમે મેચ જોઇ શકશો. લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગતા હોય તો તમે સોની લિવ એપ અને આની વેબસાઇટ પર જોઇ શકશો.
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, નીતિશ રાણે, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, રાહુલ ચાહર, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, ચેતન સાકરિયા, નવદીપ સૈની.
વનડે સીરીઝ બાદ બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાવવાની છે. વર્લ્ડકપ પહેલા આ ટી20 સીરીઝ ભારતીય યુવા ખેલાડીઓ માટે મહત્વની છે. કેટલાક ખેલાડીઓ સારુ પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાની ટી20 સ્ક્વૉડમાં પોતાનુ નામ વર્લ્ડકપ 2021 માટે પાક્કુ કરી શકે છે.
રિપોર્ટ છે કે આ ઉપરાંત ટીમમાં આજની મેચમાં કૉચ રાહુલ દ્રવિડ દીપક ચાહરના ભાઇ રાહુલ ચાહરને મોકો આપી શકે છે. આ ઉપરાંત દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ કે પછી વરુણ ચક્રવર્તીને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. જોકે, હજુ આમાંથી કયા ખેલાડીને રાખવામાં આ તે અંગે નક્કી નથી.
ભારતીય ટીમ અગાઉથી પ્રથમ બે વનડે મેચ જીતીને ત્રણ મેચોની સીરીઝને કબજે કરી ચૂકી છે. હવે આજની મેચ માત્ર ઔપચારિક રહી છે, માનવામાં આવી શકે છે કૉચ રાહુલ દ્રવિડ આજે વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો આપી શકે છે. સંજૂ સેમસન પહેલી બે વનડે ઇજાના કારણે નહતો રમી શક્યો. હવે તે એકદમ ફિટ છે, રિપોર્ટ છે કે ઇશાન કિશનની જગ્યાએ સંજૂ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
બ્રેકગ્રાઉન્ડ
IND Vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની આજે અંતિમ વનડે મેચ પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતીય ટીમ અગાઉથી જ આ સીરીઝ પર પ્રથમ બે વનડે મેચ જીતીને કબજો જમાવી ચૂકી છે. આજની મેચ જીતીને ભારત સીરીઝમાં શ્રીલંકાને ક્લિન સ્વીપ કરવાની કોશિશ કરશે. આજની મેચમાં ત્રણ ખેલાડીઓને વનડે ડેબ્યૂનો મોકો મળી શકે છે. ખાસ વાત છે કે શ્રીલંકાની આ ટૂરમાં કેપ્ટન તરીકે શિખર ધવન છે, જ્યારે કૉચ તરીકે રાહુલ દ્રવિડને જવાબદારી સોંપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -