IND Vs SL 1st ODI : ભારતનો 7 વિકેટથી વિજય, ધવનના અણનમ 86 રન, સીરિઝમાં 1-0ની લીડ

IND Vs SL: ટીમ ઇન્ડિયા આજે શ્રીલંકા વિરુદ્ધ પ્રેમદાસા સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ રમાઇ રહી છે, આ મેચ દ્વારા શિખર ધવનને પહેલીવાર ટીમ ઇન્ડિયાની કમાન સંભાળવાનો મોકો મળી રહ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 18 Jul 2021 10:11 PM
ધવનની કેપ્ટન ઈનિંગથી ભારતે શ્રીલંકાને કચડ્યું

શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાને 262 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 36.4 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 263 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ત્રણ મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 1-0ની લીડ લઈ લીધી છે.

ધવનની ફિફ્ટી

ભારતીય ટીમનો સ્કોર 28 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 200 રન છે. કેપ્ટન શિખર ધવન 59 અને મનીષ પાંડે 25 રને રમતમાં છે.

ભારતને બીજો ફટકો

ભારતીય ટીમનો સ્કોર 19 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 146 રન છે. પ્રથમ વન ડે રમી રહેલા ઈશાન કિશન 59 રન બનાવીને આઉટ થો હતો. ધવન 31 અને મનીષ પાંડે 0 રને રમતમાં છે.

ઈશાન કિશનની ડેબ્યૂ વન ડેમાં ફિફટી

ભારતીય ટીમનો સ્કોર 17 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 140 રન છે. પ્રથમ વન ડે રમી રહેલા ઈશાન કિશને ફિફ્ટી મારીને શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ધવન 25 અને કિશન 59 રને રમતમાં છે.

ઈશાનની આક્રમક બેટિંગ

ભારતીય ટીમનો સ્કોર 9 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 89 રન છે. પ્રથમ વન ડે રમી રહેલા ઈશાન કિશને સિક્સ સાથે ખાતું ખોલાવ્યું હતું. ધવન 12 અને કિશન 23 રને રમતમાં છે.

ઈશાન કિશને સિક્સ સાથે ખાતું ખોલાવ્યું

263 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમનો સ્કોર 6 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 68 રન છે. શો 24 બોલમાં 42 રન બનાવી આઉટ થયો હતો. તેણે 9 ચોગ્ગા માર્યા હતા. પ્રથમ વન ડે રમી રહેલા ઈશાન કિશને સિક્સ સાથે ખાતું ખોલાવ્યું હતું. ધવન 8 અને કિશન 10 રને રમતમાં છે.

મજબૂત શરૂઆત

263 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમની મજબૂત શરૂઆત થઈ છે. ટીમ ઈન્ડિયાએ 4 ઓવરમાં વિના વિકેટે 45  રન બનાવી લીધા છે. પૃથ્વી શૉ 17 બોલમાં 35 રન અને શિખર ધવન 7 રને રમતમાં છે.

ભારતને જીવતા 263 રનનો ટાર્ગેટ

શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાને 262 રન બનાવ્યા છે. શ્રીલંકા તરફથી 9માં ક્રમે બેટિંગમાં આવેલા કરૂણારત્ને 35 બોલમાં 43 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જે શ્રીલંકાની ટીમનો ટોપ સ્કોરર હતો.  શ્રીલંકાની ટીમે અંતિમ પાંચ ઓવરમાં 52 રન ફટકાર્યા હતા. જેના કારણે તેઓ આટલા સ્કોર સુધી પહોંચી શક્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ, દીપક ચહર, યુઝવેન્દ્ર ચહલે 2-2 તથા ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 263 રનનો લક્ષ્યાંક મળ્યો છે

શ્રીલંકાનો સ્કોર

શ્રીલંકાનો સ્કૉર 200 રનને પાર

44 ઓવર બાદ શ્રીલંકન ટીમ 200 રનને પાર પહોંચી ગઇ છે. 7 વિકેટના નુકશાને ટીમે 207 રન કર્યા છે. કરુણારત્ને 10 રન અને ઇસુરુ ઉદાના 0 રન બનાવી ક્રિઝ પર છે. ભારતીય બૉલરોએ ટીમ ઇન્ડિયાને મેચમાં વાપસી કરાવી છે. ચાહર-ચહલ અને કુલદીપ યાદવે 2-2 વિકેટો ઝડપીને ભારતને મદદ કરી છે. 

શ્રીલંકન ટીમ મુશ્કેલીમાં

40 ઓવર બાદ શ્રીલંકાનો સ્કૉર 6 વિકેટના નુકશાને 186 રન થયો છે. કરુણારત્ન 0 રન અને દાસુન શનાકા 29 રને ક્રિઝ પર છે. શ્રીલંકા ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. છેલ્લે અસલન્કા 38 રન અને હસરરંગા 8 રન કરીને પેવેલિયન ભેગા થયા છે. 

19 ઓવરના અંતે શ્રીલંકા ટીમ

30 ઓવરના અંતે શ્રીલંકન ટીમનો સ્કૉર 132/4 પર છે. ક્રિઝ પર હાલ કેપ્ટન દાસુન શનાકા 5 રન અને અસલન્કા 19 રને રમતમાં છે. 

શ્રીલંકાની ચોથી વિકેટ પડી

ભારતીય સ્પીનર કૃણાલ પંડ્યાએ ભારતને ચોથી સફળતા અપાવી છે. કૃણાલે ધનંજય ડિ સિલ્વાને 14 રનના અંગત સ્કૉર પર પેવેલિયન મોકલી દીધો છે. 25 ઓવરના અંતે ટીમનો સ્કૉર 4 વિકેટે 117 રન છે. અસલન્કા 13 રન અને કેપ્ટન શનાકા 0 રને ક્રિઝ પર છે

શ્રીલંકા 100 રનને પાર

23 ઓવરના અંતે શ્રીલંકન ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 108 રન પર પહોંચ્યો છે. ધનંજય ડિ સિલ્વા 11 રન અને ચરીત અસાલન્કા 7 રન બનાવીને ક્રિઝ પર છે.

કુલદીપની ઘાતક બૉલિંગ

કુલદીપ યાદવે ઘાતક બૉલિંગ કરતા એક જ ઓવરમાં બે વિકટો ઝડપી છે. ટીમના 85 રનના સ્કૉર પર 17મી ઓવરમાં કુલદીપે પહેલા બૉલ પર રાજપક્ષેને 24 રને પેવેલિયન મોકલ્યો, અને ચોથા બૉલ પર સેટ બેટ્સમેન મિનોદ ભાનુકાને 27 રને આઉટ કર્યો હતો. 

શ્રીલંકા ટીમ 50 રનને પાર

બન્ને ઓપનરો દ્વારા તાબડતોડ શરૂઆત મળ્યા બાદ ટીમ શ્રીલંકા 50 રનને પાર કરી લીધા છે. 12 ઓવરના અંતે ટીમનો સ્કૉર 1 વિકેટના નુકશાને 61 રને પહોંચ્યો છે. મિનોદ ભાનુકા 16 રન અને રાજપક્ષા 8 રન કરીને ક્રિઝ પર છે

ભારતને પ્રથમ સફળતા

યુજવેન્દ્ર ચહલે ભારતને પ્રથમ સફળતા અપાવી, વિસ્ફોટક ઓપનર અવિષ્કા ફર્નાન્ડોને 32 રનને અંગત સ્કૉર પર મનિષ પાંડેના હાથમાં ઝીલાવી દીધો. ટીમનો સ્કૉર 10 ઓવરના અંતે એક વિકેટના નુકશાને 55 રન.

ફર્નાન્ડો-ભાનુકા ક્રિઝ પર

આવિષ્કા ફર્નાન્ડો અને મિનોદ ભાનુકા ક્રિઝ પર છે. શ્રીલંકન ટીમને સારી શરૂઆત અપાવી છે. 8 ઓવરના અંતે ટીમનો સ્કૉર વિના વિકેટે 39 રન પર પહોંચ્યો છે. ફર્નાન્ડો 32 રન અને મિનોદ 4 રને ક્રિઝ પર છે.

શ્રીલંકાની સારી શરૂઆત

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમે સારી શરૂઆત કરી છે. ઓપનર બેટ્સમેન ફર્નાન્ડો અને ભાનુકાએ સારી શરૂઆત અપાવી છે, 5 ઓવરના અંતે શ્રીલંકા ટીમનો સ્કૉર વિના વિકેટે 26 રન છે. ફર્નાન્ડો 20 રન અને ભાનુકા 4 રને ક્રિઝ પર છે

ભારતની પ્લેઇંગ ઇલેવન

શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, ઇશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ

શ્રીલંકા પ્લેઇંગ ઇલેવન

દાસુન શનાકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડિસિલ્વા, ચરિત અસલંકા, વાનિન્દુ હસરંગા, ઇસુરુ ઉદાના, લક્ષન સંડકેન, દુશ્માંતા ચમીરા, ચામિકા કરુણારત્ને.

કુલદીપ અને ચહલને મોકો

ભારતના કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. કુલદીપ યાદવ અને યહલ 2019ના વનડે વર્લ્ડકપ બાદ પહેલીવાર ભારત માટે એકસાથે વનડે મેચ રમતા દેખાશે. 

કુલદીપ અને ચહલને મોકો

ભારતના કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. કુલદીપ યાદવ અને યહલ 2019ના વનડે વર્લ્ડકપ બાદ પહેલીવાર ભારત માટે એકસાથે વનડે મેચ રમતા દેખાશે. 

ઇશાન કિશનનો છે જન્મદિવસ

પ્રથમ વનડેમાં કેપ્ટન શિખર ધવને યુવા ખેલાડીઓને મોકો આપ્યો છે. ઇશાન કિશન અને સૂર્ય કુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે ઇશાન કિશનને વિકેટકીપર તરીકે ટીમમાં મોકો મળ્યો છે, આ સાથે જે ઇશાન કિશનને વનડેમાં ડેબ્યૂ કેપ મળી છે, ઇશાન કિશન માટે આજનો દિવસ ખાસ છે કેમકે એક બાજુ તેને વનડે ટીમની કેપ મળી છે તો બીજી બાજુ તેનો આજે જન્મ દિવસ છે. ઇશાન કિશન આજના દિવસે એટલેકે 18મી જુલાઇ 1998ના દિવસે બિહારના બોઘગયામાં જન્મ્યો હતો. 

શ્રીલંકાએ ટૉસ જીત્યો, પહેલા બેટિંગ

યજમાન ટીમ શ્રીલંકાએ ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચમાં ટૉસ જીત્યો છે. કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે, જ્યારે ભારતીય ટીમને પહેલા ફિલ્ડિંગ આપી છે. 

યુવા ખેલાડીઓનુ ડેબ્યૂ

ભારતીય ટીમમાં શ્રીલંકા વિરુદ્ધ વનડે સીરીઝની પહેલી મેચમાં બે યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે. ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને વનડે કેપ સોંપવામાં આવી છે. આ બન્ને ખેલાડીઓ પોતાની વનડે કેરિયરની શરૂઆત કરશે. આજે યુવા વિકેટકીપર ઇશાન કિશનનો જન્મ દિવસ પણ છે, તેને આનો ગિફ્ટ મળી છે. 
    

આ યુવા ખેલાડીઓને મળશે ડેબ્યૂનો મોકો

દેવદત્ત પડિક્કલ, નીતિશ રાણા, ઋતુરાજ ગાયકવાડ, ચેતન સાકરિયા, વરુણ ચક્રવર્તી, કૃષ્ણપ્પા ગૌતમ એવા યુવા ખેલાડીઓ છે જેને રાહુલ દ્રવિડનો કૉચિંગમાં ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે

બપોરે વાગે શરૂ થશે મેચ 

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે મેચ 18 જુલાઈના રરોજ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.


 

ભારતીય ટીમ

શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડ્ડિકલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઈશાન કિશન (વિકેટ કિપર), સંજુ સેમસન (વિકેટકિપર), યુઝવેંદ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઇસ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા


 

દિગ્ગજોની ગેરહાજરી

ભારત માટે હાર્દિક પંડ્યા એક બોલરના રૂપમાં કેવું પ્રદર્શન કરશે તે જરૂરી છે. તે તાજેતરમાં જ ઇજાથી બહાર આવ્યો છે. ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યાની બોલિંગ ભારત માટે મહત્વની સાબિત થઇ શકે છે. ટીમ ઈન્ડિયા તેના પ્રમુખ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, જાડેજા અને જસપ્રીત બુમરાહ વગર રમી રહી છે. જ્યારે શ્રીલંકાની ટીમ પણ તેના ટોચના ખેલાડીઓ કુસલ પરેરા, નિરોશન ડિકવેલા, કુલસ મેંડિસ અને દનુષ્કા ગુણાથિલકા વગર ઉતરી રહી છે. બંને ટીમો પાસે ટી-20 વર્લ્ડકપ પહેલા મર્યાદીત ઓવરના ક્રિકેટમાં ખેલાડીઓની ક્ષમતા પારખવાનો સોનેરી મોકો છે.


 

ટી20 વર્લ્ડકપ માટે મહત્વનો પ્રવાસ

આ વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં ટી-20 વર્લ્ડકપ અગાઉ આ ભારતની અંતિમ ટી-20 સીરિઝ છે. ભારત હવે વર્લ્ડકપમાં નવા ચહેરાઓની  પસંદગી કરી શકશે નહી કારણ કે આગામી વર્લ્ડકપ માટે ભારતીય ટીમ લગભગ નક્કી થઇ ચૂકી છે. રાહુલ દ્રવિડ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમિના ડિરેક્ટર છે અને તેઓને યુવાઓને તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમણે વિદેશી પ્રવાસો પર એ ટીમના હિસ્સાના રૂપમાં શ્રીલંકામાં અનેક ખેલાડીઓ સાથે પ્રવાસ કર્યો છે.


 

કૉચ અને કેપ્ટન પર રહેશે નજર

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ વન-ડે સીરિઝની પ્રથમ વન-ડે રમાશે. કોરોના વાયરસ મહામારી વચ્ચે પ્રથમવાર શિખર ધવન ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરશે. એટલું જ નહી નેશનલ ટીમના કોચના રૂપમાં ભારતના પૂર્વ મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડની પણ આ પ્રથમ વન-ડે હશે. પ્રેમદાસા સ્ટેડિયમમાં એ ખેલાડીઓ પર લોકોની નજર રહેશે જેમણે છેલ્લા અનેક વર્ષોથી આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.


 

ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ વન-ડે સીરિઝની પ્રથમ વન-ડે રમાશે. કોરોના વાયરસ મહામારી વચ્ચે પ્રથમવાર શિખર ધવન ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરશે.

બ્રેકગ્રાઉન્ડ

IND Vs SL: ટીમ ઇન્ડિયા આજે શ્રીલંકા વિરુદ્ધ પ્રેમદાસા સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ રમાશે. આ મેચ દ્વારા શિખર ધવનને પહેલીવાર ટીમ ઇન્ડિયાની કમાન સંભાળવાનો મોકો મળી રહ્યો છે. સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ધવનની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા શ્રીલકા પ્રવાસ પર ઘઇ છે. ખાસ વાત છે કે આ ટૂરમાં કૉચ તરીકેની જવાબદારી પૂર્વ સ્ટાર રાહુલ દ્રવિડને સોંપવામાં આવી છે. આજથી ત્રણ મેચોની વનડે સીરીઝ શરૂ થઇ રહી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.