✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતે બીજી ટી-20માં શ્રીલંકાને 88 રને હરાવ્યું, રોહિત શર્માની આક્રમક સદી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Dec 2017 10:13 AM (IST)
1

ભારતે પ્રથમ T20 મેચમાં 93 રને શાનદાર વિજય મેળવ્યો હતો. આ સીરીઝ બાદ ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ છે. જોકે, આ સીરીઝ ભારત માટે આફ્રિકા પ્રવાસની તૈયારીઓ માટે યોગ્ય પડકારરૂપ સાબિત નથી થઇ શકી. કેમકે ડૉમેસ્ટીક ટીમે અનુકુળ પરિસ્થિતિઓમાં નબળી ટીમ સામે દબદબો બનાવી રાખ્યો. ભારતીય બેટ્સમેનોએ વીક એટેક સામે બેસ્ટ પ્રદર્શન કર્યું. રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલી, શિખર ધવન અને ભુવનેશ્વર કુમારની અનઉપસ્થિતિ છતાં શ્રીલંકન ખેલાડીઓને કોઇ રાહત નથી મળી.

2

શ્રીલંકા તરફથી સૌથી વધુ રન કુસાલ જનિત પરેરાએ 77 રન બનાવ્યા હતા. જ્યારે ઉપુલ થારંગા 47 અને નિરોશન ડિકવેલા 25 રન બનાવ્યા હતા.

3

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી T20 મેચમાં શ્રીલંકાને 88 રને હરાવી ટીમ ઈન્ડિયા 2-0થી આગળ થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે પાંચ વિકેટ ગુમાવી 260 રનનો પડકાર આપ્યો હતો તેની સામે શ્રીલંકા 17.2 ઓવરમાં 9 વિકેટે 172 રન બનાવી શકી હતી. એન્જેલો મેથ્યૂઝ ઇજાગ્રસ્ત હોવાથી બેટિંગ માટે ઉતરી શક્યો નહતો. રોહિત શર્માએ 118 રન, લોકેશ રાહુલ 89 તેમજ ધોનીએ 28 રન બનાવ્યા હતા. ટોસ જીતી શ્રીલંકાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

4

ભારતીય બોલરોમાં ચાહલે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી જ્યારે કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. હવે ત્રીજી મેચ 24 ડિસેમ્બરે વાનખેડે સ્ટેડિયમ મુંબઇમાં રમાશે.

5

‘હિટમેન’ રોહિત શર્માએ 35 બોલમાં સદી ફટકારી ડેવિડ મિલ્લરના સૌથી ઝડપી સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. સાથે ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 260 રન સાથે ટી-20 ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ભારતે બીજી ટી-20માં શ્રીલંકાને 88 રને હરાવ્યું, રોહિત શર્માની આક્રમક સદી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.