ખુદ એપલે જ જૂના iPhoneને સ્લો કર્યાનું સ્વીકાર્યું, જાણો શું આપ્યું કારણ...
એપલે જણાવ્યું કે તે પાવરની ડિમાન્ડ ઓછી કરવા માટે આવા પગલાં લે છે. આની અસર પ્રોસેસરની સ્પીડ પર થાય છે અને તે સ્લો થઈ જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે પ્રોસેસર ફોનની બેટરી કરતા વધારે પાવરની માંગ કરે છે. આ સમસ્યા દરેક લિથિયમ ઈયૉન બેટરી સાથે છે, અને માત્ર એપલના પ્રોડક્ટ સુધી મર્યાદિત નથી. બેટરી જૂની થાય તો 100 ટકા પાવર સપ્લાય નથી કરી શકતી.
ઉલ્લેખનીય છે કે જ્યારે પણ આઈફોનનું પ્રોસેસર વીક થઈ રહેલી બેટરી પાસે વધારે પાવરની માંગ કરે છે, બેટરી યોગ્યરીતે પાવર સપ્લાય નથી કરી શકતું. આનાથી ફોનના ઈલેક્ટ્રોનિક્સ ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે. પરિણામે આઈફોન મોંઘા પ્રોસેસરનું ડેમેજ અટકાવવા માટે જાતે જ શટ ડાઉન થઈ જાય છે.
એપલે આગળ જણાવ્યું કે, ગયા વર્ષે અમે આઈફોન 6, આઈફોન 6S, અને આઈફોન SE માટે એક ફીચર લોન્ચ કર્યુ હતું જેનાથી પ્રોસેસરની વધારે ડિમાન્ડને કંટ્રોલ કરી શકાય. આમ કરવાથી ફોન એકાએક બંધ થઈ જવા જેવી સમસ્યાઓ ટાળી શકાય છે.
સોમવારે આઈફોનના પ્રોસેસરની સ્પીડ ટેસ્ટ કરનારી એપ બનાવનાર કંપની પ્રાઈવેટ લેબ્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં આપવામાં આવેલા ડેટામાં જાણવા મળ્યું છે કે, એપલના iPhone 6s અને iPhone 7નું પર્ફોમન્સ સ્લો થઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ જો તમે પણ એક આઈફોન યૂઝર છો તો અને તમારો ફોન સ્લો થઈ ગયો છે તો તમારે હેરાન થવાની કે ફોન ફોર્મેટ કરવાની જરૂત નથી. કારણ કે તમારો ફન એપલે જ સ્લો કર્યો છે. એપલે ખુદ આ મામલે સ્વીકાર્યું છે કે જૂના ફોન સ્લો થઈ ગયા છે.