નવી દિલ્હીઃ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ છે, ત્રણ મેચોની સીરીઝમાં પ્રથમ ટી20 જીતીને ભારતીય ટીમ 1-0થી સીરીઝમાં લીડ બનાવી ચૂકી છે, પરંતુ હવે સીરીઝ પર કબજો જમાવવો ટીમ ઇન્ડિયા માટે અઘરો બની રહ્યો છે કેમકે કૃણાલ પંડ્યાના પૉઝિટીવ આવ્યા બાદ મોટા ભાગના સ્ટાર ખેલાડીઓ આઇલેશનમાં છે. ટીમના એવા આઠ ખેલાડી છે જે કૃણાલ પંડ્યાના સીધા કૉન્ટેક્ટમાં હતા અને આ તમામને મેનેજમેન્ટે આઇસૉલેશનમાં મોકલી દીધા છે. હવે રિપોર્ટ છે કે આમાં કેપ્ટન શિખર ધવનનુ નામ પણ સામેલ છે.
સ્પોર્ટ્સ તકના કહેવા પ્રમાણે, કૃણાલ પંડ્યાના સંપર્કમાં કેપ્ટન શિખર ધવન પણ આવ્યો હતો, અને અન્યની જેમ તે પણ આજની મેચમાંથી બહાર થઇ શકે છે. કૃણાલ પંડ્યાની ક્લૉઝ કૉનન્ટેક્ટ કેટેગરીમાં શિખર ધવનનુ નામ આવતા જ હવે નવી પ્લેઇંગ ઇલેવન અને કેપ્ટન સાથે ટીમ ઇન્ડિયાને મેદાનમાં ઉતરવુ પડી શકે છે.
કૃણાલના ક્લૉઝ કૉન્ટેક્ટમાં હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, કૃષ્ણપ્પા ગૌતમ, પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, યુજવેન્દ્ર ચહલ અને શિખર ધવન હતા. આ તમામને મેનેજમેન્ટે હાલ આઇસૉલેશનમાં મોકલી દીધા છે.
બીસીસીઆઇ સચિવ જય શાહે પણ એક નિવેદન આપીને કહ્યું હતુ કે, ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ 27 જુલાઇએ રમાવવાની હતી, જેને હવે એક દિવસ આગળ ઠેલી છે, હવે આ 28 જુલાઇએ રમાશે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે, રવિવાર સીરીઝની પ્રથમ ટી20 મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાના 38 રનોથી માત આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી હતી. પરંતુ બીજી ટી20 પહેલા મંગળવારે કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ આવતા બીજી ટી20ને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે આજે બુધવારે બીજી ટી20 રમાવવા જઇ રહી છે. ખાસ વાત છે કે, સીનિયર ખેલાડીઓ વિના શ્રીલંકા પ્રવાસ કરી રહેલી ટીમ ઇન્ડિયાની કમાન અનુભવી બેટ્સમેન શિખર ધવનના હાથમાં છે, જ્યારે કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યો છે.
ક્યારે શરૂ થશે મેચ-
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચ 28 જુલાઇ 2021ના દિવસે ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે, ટૉસ અડધા કલાક પહેલા થશે. આજની મેચ પણ પ્રથમ ટી20ની જેમ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. (મંગળવારે બીજી ટી20 કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ નીકળતા સ્થગિત કરાઇ હતી, જેને આજે 28મી રમાડાશે.)
મેચનુ લાઇવ પ્રસારણ SONY TEN 1 & SONY TEN 1 HD, SONY SIX & SONY SIX HD, SONY TEN 3 અને SONY TEN 3 HD (Hindi) પર જોઇ શકાશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે SonyLIV એપ પર જઇ શકો છો.
ભારતીય ટી20 ફૂલ સ્ક્વૉડ-
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષા પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા.
નેટ બૉલર- ઇશાન પોરેલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાઇ કિશોર, સિમરનજીત સિંહ.
શ્રીલંકન ટી20 ફૂલ સ્ક્વૉડ-
દાસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા (ઉપ કેપ્ટન), આવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષા, પથુમ નિસાંકા, ચરિત અસલન્કા, વાનેન્દુ હરરસંગા, એશેલ બંડારા, મિનોદ ભાનુકા, લાહિરુ ઉડારા, રમેશ મેન્ડિસ, ચામિકા કરુણારત્ને, બિનુરા ફર્નાન્ડો, દુષ્મન્તા ચમીરા, લક્ષન સંદાકન, અકિલા ધનંજય, શિરાન ફર્નાન્ડો, ધનંજય લક્ષન, ઇશાન જયારત્ને, પ્રવીમ જયવિક્રમા, કસુન રજીતા, લાહિરુ કુમારા, ઇસરુ ઉડાના.