IND vs WI: પ્રથમ દિવસે વેસ્ટઈન્ડિઝનો સ્કોર 295 રનમાં 7 વિકેટ, રોસ્ટન 98 રને અણનમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Oct 2018 04:56 PM (IST)
1
ભારત તફરથી કુલદીપ યાદવ અને ઉમેશ યાદવે 3-3 વિકેટ ઝડપી છે. બે ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત હાલ 1-0થી આગળ છે.
2
એક સમયે માત્ર 113 રન પર વેસ્ટઈન્ડિઝની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. ત્યારે લાગી રહ્યું હતું કે વેસ્ટઈન્ડિઝની ટીમ 200 રન અંદર ઓલઆઉટ થઈ જશે, પરંતુ રોસ્ટને સારી ઈનિંગ રમી રમત સંભાળી લીધી હતી.
3
હૈદરાબાદ: ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે અંતિમ ટેસ્ટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઈન્ડિઝની ટીમે પ્રથમ દિવસના અંતે 7 વિકેટના નુકશાન પર 295 રન બનાવી લીધા છે. રોસ્ટન ચેસ 98 અને દેવેંદ્ર બિશૂ 2 રને રમતમાં છે.