IND vs WI 4th T20 Score : વેસ્ટ ઈન્ડિઝ પર ટીમ ઈન્ડિયાની મોટી જીત, સિરિઝ પર કબ્જો કર્યો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચ હવેથી થોડા સમય પહેલા ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે.
gujarati.abplive.comLast Updated: 07 Aug 2022 12:31 AM

બ્રેકગ્રાઉન્ડ
West Indies vs India 4th T20I, Central Broward Regional Park Stadium Turf Ground, Lauderhill, Florida: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચ હવેથી થોડા સમય પહેલા ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ...More
West Indies vs India 4th T20I, Central Broward Regional Park Stadium Turf Ground, Lauderhill, Florida: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચ હવેથી થોડા સમય પહેલા ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે.ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી જીતવા માંગશે. તે જ સમયે, વેસ્ટ ઈન્ડિઝની નજર શ્રેણીમાં બની રહેવા પર રહેશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પાંચ મેચની આ શ્રેણીમાં 2-1થી આગળ છે.કોચ રાહુલ દ્રવિડ ચોથી T20માં રોહિત શર્મા, શ્રેયસ અય્યર અને અવેશ ખાનની જગ્યાએ સંજુ સેમસન અને હર્ષલ પટેલને તક આપીને માસ્ટર સ્ટ્રોક રમી શકે છે. વાસ્તવમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે આ મેચમાં રમવું મુશ્કેલ છે. ત્રીજી ટી-20માં બેટિંગ દરમિયાન તે હર્ટ થઈ ગયો હતો. જો તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી તો રિષભ પંત કેપ્ટનશીપ કરી શકે છે.ટીમ ઇન્ડિયાની નજર અમેરિકામાં રમાનારી આ મેચ જીતીને સીરિઝ પર કબજો મેળવવા પર રહેશે. રોહિત શર્મા ટીમમાં ફેરફાર કરી શકે છે. રોહિત તે ખેલાડીઓને ચોથી ટી-20માંથી બહારનો રસ્તો બતાવશે જેમનું પ્રદર્શન આ શ્રેણીમાં અત્યાર સુધી સારું નથી રહ્યું.ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનરોહિત શર્મા, સૂર્યકુમા યાદવ, શ્રેયસ ઐય્યર-સંજૂ સૈમસન, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમા, આવેશ ખાન-હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ
ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી
ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝને 19.1 ઓવરમાં 132 રન પર ઓલઆઉટ કર્યું હતું. વેસ્ટઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ છે. અર્શદિપે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી.