આ ભારતીય ક્રિકેટરે તોડ્યો સાંગાકારાનો રેકોર્ડ, હવે માત્ર ધોની જ આગળ
કાર્તિક આ મેચમાં રેકોર્ડ નોંધવતા કુલ 143 કેચ પકડ્યા છે. કાર્તિકે કુલ 252 ટી20માં 143 કેચ પકડ્યા છે જ્યારે ધોનીએ 297 મેચમાં 151 કેચ પકડ્યા છે. આમ ધોની જ હવે કાર્તિકથી આગળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચમાં કાર્તિકે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે કેચ પકડવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો જેમાં તેણે કુમાહ સાંગાકારાને પાછળ છોડી બીજા સ્થાને પહોંચી ગયો છે. હવે માત્ર મહેન્દ્ર સિંહ ધોની જ તેનાથી આગળ છે.
નવી દિલ્હીઃ ભારતે રવિવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ પર પ્રથમ ટી20 મેચમાં વિન્ડીઝને 5 વિકેટ હાર આપી હતી. આ મેચમાં રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને વિકેટકિપીંગની જવાબદારી સોંપવામાં આવી હતી. કેપ્ટન રોહિતના આ નિર્ણયથી અનેક સવાલ પણ ઉભા થયા પરંતુ કાર્તિકે આ તકનો લાભ લેતા પોતાના નામે એક રેકોર્ડ નોંધાવી લીધો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -