નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝે ભારત વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના પસંદગી કરતા ક્રિસ ગેલને ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં સામેલ કર્યો નથી. જો કે ક્રિસ ગેલે વિદાઈ ટેસ્ટ મેચ રમવાની ઇચ્છા જાહેર કરી હતી. ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં એક યુવા ઓલરાઉન્ડર ખેલાડી રહકીમ કોર્નવાલને સમાવેશ કર્યો છે.



26 વર્ષીય રહકીમ કૉર્નવૉલ  પોતાની રમત કરતા વધારે ભારે ભરખમ વજન અને કદના કારણે ચર્ચામાં રહે છે. રહકીમની ઉંચાઈ સાડે 6 ફૂટ છે અને વજન 140 કિલોગ્રામ છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝની ડૉમેસ્ટિક ક્રિકેટમાં પોતાના શાનદાર બોલિંગ અને બેટિંગના કારણે લોકપ્રિય છે.



રહકીમ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે વર્ષ 2016માં ભારત પ્રવાસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ XI માટે રમતો નજર આવ્યો હતો અને ઑલરાઉન્ડર પ્રદર્શન કહ્યું હતું. તેણે બોલિંગમાં કોહલી, પૂજારા અને રહાણે જેવા ખેલાડીઓની વિકેટ ઝડપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે 41 રન પણ બનાવ્યા હતા. પ્રભાવશાળી હોવા છતાં પણ તેને પોતાના વજનના કારણે વેસ્ટ ઇન્ડિઝની રાષ્ટ્રીય ટીમમાં ડેબ્યૂ કરવામાં સમય લાગી ગયો.



રહકીમે 2014માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 55 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2224 રન બનાવ્યા છે. સાથે બોલિંગમાં 260 વિકેટ ઝડપી છે. તેમણે 17 વખત ઈનિંગમાં પાંચ વિકેટ અને 2 વખત 10 વિકેટ લેવાનું કારનામું કર્યું છે.

IND vs West Indies: વેસ્ટ ઈન્ડિઝે ટીમની કરી જાહેરાત, કયા ધૂરંધર ખેલાડીની થઈ એન્ટ્રી? જાણો વિગત