ભારતીય ક્રિકેટ બોર્ડ હવે મહિલાઓ માટે IPL શરૂ કરશે, જાણો ક્યારથી થશે શરૂઆત?
વિતેલા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલ મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં મિથાલી રાજની આગેવાનીમાં ભારતીય ટીમ ફાઈનલમાં હારી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા 22 મેના રોજ મુંબઈમાં નવા આઈપીએલ નિયમો અંતર્ગત ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દ.આફ્રીકાની મહિલા ક્રિકેટર્સ મુંબઈમાં ફ્રેન્ડલી મેચમાં રમશે. વિનોદ રાયે જણાવ્યું કે, બીસીસીઆઈ XI અને આપીએલ XI કેએસની વચ્ચે આઈપીએલ 2018ના પ્રથમ પ્લેઓફ મેચ પહેલા આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
જોકે નવી લીગ શરૂ થવાને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. પરંતુ વિતેલા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલ મહિલા વર્લ્ડ કપમાં ફાઈફનલમાં ભારતીય ટીમ પહોંચ્યા બાદથી જ આ પ્રકારની લીગ શરૂ કરવાને લઈને દબાણ વધી ગયું હતું.
બીસીસીઆઈની કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ(CoA)ના પ્રમુખ વિનોદ રાયે જણાવ્યું કે, અમે આગામી બે ત્રણ વર્ષમાં મહિલાઓની આઈપીએલ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.
નવી દિલ્હીઃ આગામી ત્રણ વર્ષની અંદર ભારતમાં મહિલા ક્રિકેટર્સની ઇન્ડિયન પ્રીમિયર લીગ લોન્ચ થશે. આ પહેલા આ મહિનાના અંતમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીઓના એક ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -