નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ આક્રમક ઓપનર વિરેન્દ્ર સેહવાગે ભારતના શ્રેષ્ઠ કેપ્ટનની પસંદગી કરી છે. સેહવાગે કહ્યું કે, સૌરવ ગાંગુલી શ્રેષ્ઠ કેપ્ટન છે, તે પછી એમએસ ધોની અને વિરાટ કોહલીનો નંબર આવે છે.
એક કાર્યક્રમમાં સેહવાગે કહ્યું કે, મેચ ફિક્સિંગ વિવાદ બાદ સૌરવ ગાંગુલીએ જે રીતે કેપ્ટનશિપ કરી તે પ્રશંસનીય છે. ગાંગુલી ટીમ મેમ્બરની 100 ટકા શક્તિને બહાર લાવતો હતો. આવી ટેલેન્ટ માત્ર કેટલાક લોકોમાં જ હોય છે. ગાંગુલીના નેતૃત્વમાં જ ભારતને વિદેશમાં જીતવાની ટેવ પડી હતી અને તેણે જ ભારતની મજબૂત ટીમ બનાવી હતી.
વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચ અંગે સેહવાગે જણાવ્યું કે, ભારત-પાક. મેચ યુદ્ધથી ઓછી હોતી નથી અને યુદ્ધ હંમેશા જીતવું જ જોઈએ.
ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ વિરેન્દ્ર સેહવાગ તેની કોમેન્ટ્રી અને ટ્વિટ માટે જાણીતો છે.