INDvsBAN: આવતીકાલે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, ‘ક્લીન સ્વીપ’ની હેટ્રિક બનાવવા ઉતરશે ઇન્ડિયા
abpasmita.in
Updated at:
13 Nov 2019 07:08 PM (IST)
ટીમ ઇન્ડિયા પાસે સતત ત્રીજી સીરિઝમાં ક્લીન સ્વીપ કરવાની તક છે
NEXT
PREV
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને ગુરુવારે બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆત કરશે. પ્રથમ ટેસ્ટ મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ છેલ્લી બે ટેસ્ટ સીરિઝમાં ક્લિન સ્વીપ કરી ચૂકી છે. તેણે વેસ્ટ ઇન્ડિઝને તેના ઘરમાં 2-0થી હાર આપી હતી. ત્યારબાદ ઘરેલું સીરિઝમાં સાઉથ આફ્રિકાને 3-0થી હાર આપી હતી. હવે ટીમ ઇન્ડિયા પાસે સતત ત્રીજી સીરિઝમાં ક્લીન સ્વીપ કરવાની તક છે. જો એમ થશે તો આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટીમ ઇન્ડિયા 120 અંક હાંસલ કરી લેશે. ભારત ચેમ્પિયનશીપમાં 240 અંક સાથે પ્રથમ નંબર પર છે.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રહાણે બંન્ને સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશને નબળી ટીમ નહી આંકે. ટી-20 સીરિઝની પ્રથમ મેચમાં બાંગ્લાદેશે ભારતને હાર આપી હતી. જોકે, ભારતે બાદની બે મેચ જીતીને સીરિઝ પર કબજો જમાવ્યો હતો.
ટેસ્ટમાં એકવાર ફરી તમામની નજર રોહિત શર્મા પર રહેશે. સાઉથ આફ્રિકા સામે ઓપનર તરીકે રોહિતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની બેટિંગ મજબૂત છે. કેપ્ટન કોહલીએ ટી-20 સીરિઝમાં આરામ કર્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -