24 વર્ષીય પૂરન ત્રીજી વન ડે દરમિયાન બોલ સાથે અંગૂઠાના નખથી ચેડાં કરતો કેમેરામાં ઝડપાઇ ગયો હતો. આઈસીસીના જણાવ્યા મુજબ, તે આગામી 4 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી નહીં શકે. જેમાંથી ત્રણ મેચ અફઘાનિસ્તાન સામે છે. આ ઉપરાંત પૂરનને 5 ડીમેરિટ પોઇન્ટ્સ પણ આપવામાં આવ્યા છે.
સજા બાદ પૂરને કહ્યું કે, હું આઈસીસીની સજાનો સ્વીકાર કરું છું. હું તમામને ખાતરી આપવા માંગુ છું કે આ માત્ર ઘટના છે અને ભવિષ્યમાં નહીં થાય. લખનઉમાં સોમવારે રમાયેલી મેચ દરમિયાન જે કંઈ થયું તે માટે હું ટીમના સાથીઓ, સમર્થકો અને અફઘાનિસ્તાનની ટીમની માફી માંગુ છું.
સાવરકુંડલાના જેસર રોડ પર કાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ