Commonwealth Games 2026 :કોમનવેલ્થ ગેમ્સ 2026માં શનિવારનો દિવસ ભારત માટે ઐતિહાસિક રહ્યો. ભારતીય ખેલાડીઓએ એક જ દિવસે 8 ગોલ્ડ સહિત કુલ 16 મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો. સૌથી શાનદાર પ્રદર્શન બોક્સિંગમાં જોવા મળ્યું, જ્યાં ભારતના 7 બોક્સરોએ ગોલ્ડ મેડલ જીત્યા. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં બોક્સિંગમાં ભારતનું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
દિવસની શરૂઆત જ ગોલ્ડ મેડલથી થઈ હતી. પ્રીતિ પવારે મહિલાઓના 54 કિલોગ્રામ વજન વર્ગમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ એક પછી એક મેડલ જીતતા ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી.
શનિવારનો દિવસ ભારત માટે ખાસ રહ્યો કારણ કે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં એક જ દિવસે ભારતે સૌથી વધુ 16 મેડલ જીત્યા. બોક્સિંગમાં મળેલા 7 ગોલ્ડમાંથી 5 મહિલા બોક્સરોએ ગોલ્ડ જીત્યા, જ્યારે પુરુષોમાં સચિન સિવાચ અને અંકુશ પંઘાલ ગોલ્ડ જીતવામાં સફળ રહ્યા. દિવસનો પ્રથમ ગોલ્ડ પ્રીતિ પવારે જીત્યો હતો, જ્યારે છેલ્લો ગોલ્ડ અંકુશ પંઘાલે અપાવ્યો.
આ પણ વાંચો: CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
આ ઉપરાંત સોમન રાણાએ પેરા એથ્લેટિક્સની શોટપુટ F57 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ સ્પર્ધામાં શુભમ જુયાલે સિલ્વર મેડલ મેળવ્યો.
શનિવારે ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ
પ્રીતિ પવાર (બોક્સિંગ) – મહિલા 54 કિલોગ્રામજાસ્મીન લેમ્બોરિયા (બોક્સિંગ) – મહિલા 57 કિલોગ્રામસોમન રાણા (પેરા એથ્લેટિક્સ) – પુરુષ શોટપુટ F57સાક્ષી ચૌધરી (બોક્સિંગ) – મહિલા 51 કિલોગ્રામપ્રિયા ઘંઘાસ (બોક્સિંગ) – મહિલા 60 કિલોગ્રામઅરુંધતિ ચૌધરી (બોક્સિંગ) – મહિલા 70 કિલોગ્રામસચિન સિવાચ (બોક્સિંગ) – પુરુષ 60 કિલોગ્રામઅંકુશ પંઘાલ (બોક્સિંગ) – પુરુષ 80 કિલોગ્રામશનિવારે સિલ્વર મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓપ્રવીણ ચિત્રવેલ (એથ્લેટિક્સ) – પુરુષ ટ્રિપલ જમ્પજદુમણી સિંહ (બોક્સિંગ) – પુરુષ 55 કિલોગ્રામશુભમ જુયાલ (પેરા એથ્લેટિક્સ) – પુરુષ શોટપુટ F57લવલીના બોરગોહેન (બોક્સિંગ) – મહિલા 75 કિલોગ્રામનરેન્દ્ર બેરવાલ (બોક્સિંગ) – પુરુષ 90+ કિલોગ્રામ
શનિવારે બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ
સેલ્વા પ્રભુ (એથ્લેટિક્સ) – પુરુષ ટ્રિપલ જમ્પઉન્નતિ શર્મા (જુડો) – મહિલા 63 કિલોગ્રામગુલવીર સિંહ (એથ્લેટિક્સ) – પુરુષ 5000 મીટરમેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને પહોંચ્યું
શનિવારની સવારે ભારત મેડલ ટેલીમાં 10મા સ્થાને હતું. પરંતુ સતત ગોલ્ડ મેડલ જીતતા ભારતે લાંબી છલાંગ લગાવીને ચોથા સ્થાને પહોંચ્યું. હવે ભારતના ખાતામાં કુલ 39 મેડલ છે, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
