મોહમ્મદ શામીએ તેમની પુત્રીને તેના બર્થ-ડે પર ટ્વીટ કરી હતી જેમાં લખ્યું હતું કે, મારી દીકરી, તારી ઘણી યાદ આવે છે. તું ગભરાતી નહીં, હું હંમેશાં તારી સાથે છું. હું ટૂંક સમયમાં તને મળવા આવીશ.
ઉલ્લેખનીય છે કે પત્ની સાથેના વિવાદ થયા બાદ મોહમ્મદ શામી તેની દીકરીથી દૂર છે. કારણ કે તેની પુત્રી પત્ની હસીન જહાં સાથે રહે છે. શામીએ ઘણીવાર તેની પુત્રી વિશે ટ્વીટ કર્યું છે. ફક્ત આ જ નહીં, શામીના અકસ્માત બાદ તેની પત્ની તેની પુત્રી સાથે હોસ્પિટલમાં પહોંચી હતી. તે સમયે તે તેની પુત્રી સાથે રમતો જોવા મળ્યો હતો. તેણે થોડા દિવસ પહેલા તેની પુત્રીનો વીડિયો ટ્વીટ કર્યો હતો જેમાં તેની પુત્રી નૃત્ય કરતી હતી.
મોહમ્મદ શામીએ તેની પત્ની સાથેના વિવાદ પછી કહ્યું હતું કે, સમાધાન એ એકમાત્ર રીત છે જે અમારી પુત્રી છે. જો મારે આ મુદ્દાને ઉકેલવા માટે કોલકતા જવું પડશે તો હું જઈશ. ઉલ્લેખનીય છે કે શામીની પત્નીએ ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં અન્ય સ્ત્રી સાથે સંબંધ, ઘરેલું હિંસાનો પણ સમાવેશ થાય છે. હસીનની ફરિયાદ પછી, કોલકતા પોલીસે શામી સામે કેસ દાખલ કર્યો હતો.
હસીને આ ગંભીર આરોપો બાદ બીસીસીઆઈએ તેમનો વાર્ષિક કરાર રદ કર્યો હતો. જોકે પાછળથી બોર્ડે તેને બી-ગ્રેડમાં ક્લીન ચીટ આપીને રાખ્યો હતો. ત્યાર બાદ શામીએ આઈપીએલમાં ઘણો રમ્યો અને ત્યારબાદ આઇસીસી વર્લ્ડકપમાં પણ શ્રેષ્ઠ બોલિંગ કરી હતી.