મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે આસામમાં પૂર પ્રભાવિત લોકોની મદદ માટે મુખ્યમંત્રી રાહત ફંડ અને કાઝીરંગા નેશનલ પાર્કના રેસ્ક્યૂ ઓપરેશન માટે બે કરોડ રૂપિયા દાન આપ્યા છે. અક્ષય સામાજિક સેવાનાં ઉમદા કાર્યોમાં પણ ભરપૂર રસ લે છે. અક્ષયે કહ્યું કે મારે માત્ર રિયેક્ટ નથી કરવાનું અને ટ્વિટર પર ‘સો સેડ’ નથી લખવાનું. હું આપને અપીલ કરું છું કે તમે પણ મદદ કરો તમારાથી થાય એટલી.




પોતાની ફિલ્મ મિશન મંગલના ટ્રેલર લૉન્ચની ઇવેન્ટ દરમિયાન આ ડોનેશને લઈને સવાલ થયો ત્યારે અક્ષયે મજાકના મૂડમાં કહ્યું, ‘મેમ મારા પાસે ઘણા પૈસા છે. ’ બાદમાં તેમણે ગંભીર થઈને કહ્યું, મે બે ત્રણ દિવસ પહેલા એક ફોટો જોયો હતો. જેમાં એક મહિલા પોતાના બાળકને લઈને પાણીમાંથી બહાર નીકળી રહી હતી. હું આ વાતને લઈને પોતાને નસીબદાર માનું છું કે અમારી સાથે આવું થયું નથી. જ્યારે તે તસવીર જોઈ ત્યારે મને વિચાર આવ્યો કે આપણી સાથે પણ આવું થઈ શકે. મારી પત્ની અને દિકરી સાથે પણ થઈ શકે છે.

અક્ષયે કહ્યું કે માત્ર પૂરને લઈને ટ્વીટ નથી કરવા માંગતા, પરંતુ પોતાનાથી થાય એટલી મદદ પણ કરવા માંગે છે. અક્ષયે કહ્યું હું તમને વિનંતી કરું છું કે ટ્વિટ પર સો સેડ, ગોડ બ્લેસ એવરીવન જેવી વસ્તુઓ કહેવાનું બંધ કરો અને મદદ કરો. અક્ષયે ફિલ્મના ઇવેન્ટ પર આવેલા મીડિયાના લોકોને પણ ટ્વિટ પર પોતાની એકડજૂટતા દેખાડવાના બદલે સાચી રીતે યોગદાન આપવા કહ્યું હતું.

અક્ષય કુમાર જલ્જદી જ પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિશન મંગલ’માં નજર આવશે. આ ફિલ્મ ભારતના પ્રથમ મંગળયાનની કહાણી છે. ફિલ્મમાં વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, શરમન જોશી છે. ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે.