વિરાટ સેનાની વધુ એક સિદ્ધિ, આઇસીસી વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પછાડીને મેળવ્યુ નંબર-1નું સ્થાન
abpasmita.in | 28 Jun 2019 10:08 AM (IST)
ભારત હવે 123 પૉઇન્ટ સાથે આઇસીસી વનડે રેન્કિંગમાં પહેલા સ્થાને પહોંચી ગયુ છે, જ્યારે ઇંગ્લેન્ડ 122 પૉઇન્ટ સાથે બીજા નંબરે ધકેલાઇ ગયુ છે
નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ-2019માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઇન્ડિયાને વધુ એક ખુશખબરી મળી છે. ગુરુવારે જાહેર થયેલા આઇસીસી વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પછાડીને વિરાટ સેનાએ ટૉપનું સ્થાન હાંસલ કરી લીધુ છે. ભારત હવે 123 પૉઇન્ટ સાથે આઇસીસી વનડે રેન્કિંગમાં પહેલા સ્થાને પહોંચી ગયુ છે, જ્યારે ઇંગ્લેન્ડ 122 પૉઇન્ટ સાથે બીજા નંબરે ધકેલાઇ ગયુ છે. હાલમાં વર્લ્ડકપમાં ભારતીય ટીમની અજયકૂચ ચાલુ છે. ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં પણ હાલમાં નંબર-1ની પૉઝિશનમાં છે, વળી ટી20માં ટીમ પાંચમા સ્થાને છે. ભારતે વર્લ્ડકપમાં પાંચ મેચો રમી છે તમામમાં જીત મેળવી છે. એકમાત્ર મેચ ન્યૂઝીલેન્ડ સામે વરસાદથી ધોવાઇ ગઇ હતી.