નવી દિલ્હીઃ દીપક ચહરની 3 વિકેટ બાદ વિરાટ કોહલીના 59 અને રિષભ પંતના અણનમ 65 રનની ઈનિંગ વડે ભારતીય ક્રિકેટ ટીમે ગુયાનામાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હાર આપી હતી. આ જીતની સાથે જે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝનો 3-0થી વ્હાઇટ વોશ કર્યો હતો.



આ મેચમાં સ્ટાર ખેલાડી દીપક ચહરે ત્રણ ઓવરમાં માત્ર ચાર રન આપી ત્રણ વિકેટ લીદી હતી. તેના શાનદાર પ્રદર્શન બાદ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. દીપકનો એક વર્ષ બાદ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. દીપકે મળેલી તકનો શાનદાર ફાયદો ઉઠાવ્યો અને સુનીલ નારાયણ, એવિન લુઈસ, શિમરોન હેટમાયરને આઉટ કરીને વેસ્ટ ઈન્ડિઝને બેકફૂટ પર લાવી દીધું હતું.



દીપક ચહરે ત્રણ વિકેટ લેવાની સાથે જ ટી20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો હતો. તે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત તરફથી બેસ્ટ પ્રદર્શન કરનારો બોલર બની ગયો હતો. દીપકની પહેલા આ રેકોર્ડ કુલદીપ યાદવના નામે હતો. તેણે ગત વર્ષે કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે 4 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.



દીપક ચહરના કરિયરની આ બીજી T20 હતી અને તેને એક વર્ષ બાદ ઈન્ટરનેશનલ ટી20 મેચ રમવાનો મોકો મળ્યો હતો. આ પહેલા તેણે 8 જલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તે ખર્ચાળ સાબિત થયો હતો. ડેબ્યૂ મેચમાં તેણે 4 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.

‘હવે તું મારા બનેવી સાથે ઘર કરીને રહેજે’, આડાસંબંધની શંકામાં પતિએ પત્નીને કહ્યું આમને પછી......

સુષ્મા સ્વરાજના આ નિર્ણય બાદ પતિએ કહ્યું હતું, મેડમ, હું તમારી પાછળ 46 વર્ષથી દોડી રહ્યો છું હવે......