આ અંગે કોહલીએ કહ્યું, “અમારો આરામનો સમયગાળો રેકોર્ડ પર હોય છે. આ બધું બોર્ડને ઇ-મેઇલ કરવામાં આવે છે. તેથી મને ખબર નથી કે તેમણે શું અહેવાલ બનાવ્યો છે. જ્યાં સુધી ટ્રેનર અથવા ફિઝિયો મને આરામ કરવાનું કહેશે નહીં ત્યાં સુધી મારા મગજમાં સતત રમવા અંગે જ ચાલતું હોય છે. મને ખબર નથી કે પસંદગીકારો સાથે શું કોમ્યુનિકેશન થયું હતું, કારણ કે બાકીના કિસ્સામાં મને કંઇ વાત કરવામાં આવી નથી. આ ઉપરાંત કોઈએ આ અંગે મારી સાથે કોમ્યુનિકેશન પણ કર્યું નહોતું.
આઇસીસી વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતની હાર પર થયેલી ટીકા બાદ જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે કહ્યું કે, તે ઇચ્છે છે કે રવિ શાસ્ત્રી ટીમના કોચ રહે. ટીમના કોચિંગ સ્ટાફનો કરાર વર્લ્ડકપ બાદ ખત્મ થઇ ગયો હતો પરંતુ તેને 45 દિવસ સુધી વધારવામાં આવ્યો છે જે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ બાદ ખત્મ થઇ જશે. કોહલીએ કહ્યું કે, જો રવિ ભાઇ કોચ બની રહેશે તો તેને ખુશી થશે.