વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 46 ટેસ્ટ મેચોમાં ટીમ ઇન્ડિયાની આગેવીની કરી છે અને તેમાથી 26માં જીત મેળવી છે. વિન્ડિઝને હરાવતાની સાથે જ વિરાટ કોહલી કેપ્ટન તરીકે 28 મેચ જીતાડનાર કેપ્ટન બની જસે. હાલમાં આ રેકોર્ડ ધોનીના નામે છે. તેની કેપ્ટનશીપમાં ભારતે 60 ટેસ્ટમાંથી 27માં જીત મેળવી છે. આમ સીરીઝ જીતવા પર વિરાટ ધોનીને પછાડીને સફળ ટેસ્ટ કેપ્ટન બની જશે કારણ કે આ મુકામ પર તેણે ઓછી મેચોમાં કેપ્ટનશીપ કરીને આગળ આવ્યો છે.
વિરાટ આ સિરીઝ દરમિયાન ભારત માટે સૌથી વધારે ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરવાના મામલે પણ ત્રીજા ક્રમે પહોંચી જશે. મહેન્દ્ર સિંહ ધોની (60) અને સૌરવ ગાંગુલી (49) છે વિરાટ આ સિરીઝ બાદ તેમનાથી આગળ નિકળી જશે. વિરાટ આ સિરીઝ બાદ મોહમ્મદ અઝરૂદ્દીન અને સુનીલ ગાવસ્કરને પણ પછાડી દેશે. બંન્ને 47-47 ટેસ્ટ મેચોમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી હતી.