✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એશિયા કપ માટે ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ જાહેર, આ દિગ્ગજ ખેલાડીનો દીકરો ટીમમાંથી થયો બહાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Aug 2018 07:49 AM (IST)
1

એશિયા કપ માટે ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ - પવન શાહ (સુકાની), દેવદત્ત પડિકલ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, યશ રાઠોડ, આયુષ બદોની, નેહાલ વધેડા, પ્રબ સિમરન સિંહ, સિદ્ધાર્થ દેસાઈ, હર્ષ ત્યાગી, અજય દેવ ગૌડ, યાતિન માંગવાની, મોહિત જાંગડા, સમીર ચૌધરી, રાજેશ મોહંતી.

2

પસંદગીકારોએ એશિયા કપ સિવાય લખનઉમાં 12 સપ્ટેમ્બરથી શરૂ થતી ચાર દેશોની વન-ડે શ્રેણી માટે પણ ઇન્ડિયા-એ અને ઇન્ડિયા-બી ટીમની પસંદગી કરી છે. અર્જુન તેંડુલકર ચાર દેશોની શ્રેણીમાં પણ ટીમમાં સ્થાન મેળવવા નિષ્ફળ રહ્યો છે. ઇન્ડિયા-એ 12 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન-એ સામે પ્રથમ મેચ રમશે.

3

આ સીરીઝ માટે પવન શાહને ટીમના સુકાની બનાવવામાં આવ્યો છે. ટીમમાં અનુજ રાવત અને સિમરન સિંહના રૂપમાં બે વિકેટકીપરોનો સમાવેશ કર્યો છે. પસંદગીકારોએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનો ટીમમાં સમાવેશ કર્યો નથી. તે શ્રીલંકા પ્રવાસમાં ભારતની અંડર-19માં ટેસ્ટ ટીમનો ભાગ હતો.

4

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની જૂનિયર પસંદગી સમિતિએ આગામી મહિને બાંગ્લાદેશમાં રમારા એશિયા કપ માટે મંગળવારે 15 સભ્યોની અંડર-19 ટીમની જાહેરાત કરી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 29 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપ માટે જૂનિયર પસંદગી સમિતિએ અહીં પોતાની બેઠકમાં ટીમની પસંદગી કરી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • એશિયા કપ માટે ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ જાહેર, આ દિગ્ગજ ખેલાડીનો દીકરો ટીમમાંથી થયો બહાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.