Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
IND v ENG: શુક્રવારથી ઓવલમાં અંતિમ ટેસ્ટ, ભારતીય ટીમમાં થઈ શકે છે 2 બદલાવ
આ ઉપરાંત ભારતીય ટીમ બે સ્પિનર સાથે મેદાનમાં ઉતરી શકે છે. આ મેચમાં ભારતીય ટીમ હાર્દિક પંડ્યાના સ્થાને રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ કરી શકે છે. જો ટીમ મેનેજમેન્ટ અશ્વિનને આરામ આપવાનું વિચારશે તો એક કરૂણ નાયરનો પણ ટીમમાં સમાવેશ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓવલઃ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ પૈકીની અંતિમ ટેસ્ટ મેચનો શુક્રવારથી ઓવલમાં પ્રારંભ થશે. ભારત હાલ સીરિઝમાં 3-1થી પાછળ છે. છેલ્લી અને અંતિમ મેચ જીતી ભારત નંબર-વન ટીમ તરીકે પ્રતિષ્ઠા જાળવી રાખવા મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગ્લેન્ડ તેના પૂર્વ કેપ્ટન અન ઓપનર એલિસ્ટર કૂકને વિજય સાથે વિદાય આપવા મેદાનમાં ઉતરશે.
ભારતીય ટીમમાં બે બદલાવ થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના ઓપનરો શ્રેણીની પ્રથમ ચાર મેચમાં કંઈ ખાસ દેખાવ કરી શક્યા નથી. લોકેશ રાહુલ સતત ફેલ થઈ રહ્યો છે, જ્યારે શિખર ધવન સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શક્યો નથી. આ સ્થિતિમાં ભારત લોકેશ રાહુલના સ્થાને નવોદિત પૃથ્વી શોને તક આપી શકે છે.
ભારત નોટિંઘમમાં રમાયેલી ત્રીજી મેચ જીત્યું હતું અને આ મેચ દ્વારા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જો પૃથ્વી શો ડેબ્યૂ કરશે તો ભારતના બે ખેલાડીનું એક જ સીરિઝ દરમિયાન ડેબ્યૂ થયું હોય તેવી ઘણા વર્ષો બાદ ઘટના બનશે.
સંભવિત ભારતીય ટીમઃ શિખર ધવન, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, આર અશ્વિન/કરૂણ નાયર, રવિન્દ્ર જાડેજા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ
- - - - - - - - - Advertisement - - - - - - - - -