નૉટિંઘમમાં કોહલી બ્રિગેડનો પલટવાર, ભારતે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 203 રનોથી હરાવ્યુ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ માત્ર 317 રનો પર જ પાંચમા દિવસની શરૂઆતમાં સમેટાઇ ગઇ હતી, આની સાથે ભારતે આ મેચ 203 રનોથી જીતી લીધી હતી. આ ઇનિંગમાં ઇગ્લેન્ડ તરફથી બટલરે 176 બૉલ પર 21 ચોગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનૉટિંઘમઃ ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને નૉટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 203 રનોથી હાર આપી છે. આની સાથે વિરાટ બ્રિગેડે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં જીતનું ખાતું ખોલાવ્યું છે. ટૉસ હારીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 329 રનનો વિશાળ સ્કૉર ઉભો કર્યો હતો. જવાબમાં ઇંગ્લિશ ટીમ માત્ર 161 રનો પર સમેટાઇ ગઇ હતી.
ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ પોતાની બીજી ઇનિંગમાં 7 વિકેટના નુકશાન પર 352 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી દીધી હતી, આમા ઇંગ્લેન્ડની ટીમને જીતવા માટે 521 રનોનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું.
આ ઉપરાંત ત્રીજા દિવસે ભારતે 7 વિકેટના નુકસાન પર 352 રન બનાવી બીજી ઈનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ ઈનિંગની મળેલી 168 રનની લીડ ઉમેરતા ભારતે ઈંગ્લેન્ડને જીતવા 521 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી કોહલીએ 103 અને પૂજારાએ 72 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યા 52 રન બનાવી અણનમ રહ્યો હતો.
પહેલી ઇનિંગમાં કેર વર્તાવતા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 5 વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડને બેકફૂટ પર લાવી દીધુ હતુ. આની સાથે ભારતે ઇંગ્લેન્ડની ટીમ પર 168 રનોની લીડ બનાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -