નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટી20માં મહેન્દ્ર સિંહ ધોની ભારત તરફથી બીજા સૌથી વધુ સ્કોર બનાવનાર ખેલાડી રહ્યા હતા. તેણે 37 બોલમાં 29 રન બનાવ્યા, પરંતુ તેમ છતાં તેના નામે એક અણગમતો રેકોર્ડ બની ગયો છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 126 રન બનાવ્યા હતા. ક્રીઝ પર મહેન્દ્ર સિંહ ધોની મોટાભાગનો સમય સંઘર્ષ કરતાં જોવા મળ્યા. તે ઓસ્ટ્રેલિયાના બોલરોને સરળતાથી રમી શક્યા ન હતા.



મેચમાં ભારતે સતત વિકેટ ગુમાવી હતી પરંતુ ક્રીઝ પર ધોની હજુ હાજર હતો. ધોનીએ શરૂઆતમાં મોટા શૉટ રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલને કનેકટ કરી શકયા નહીં ત્યારબાદ સિંગલ્સથી કામ ચલાવાનું શરૂ કર્યું. ઉમેશ એ પણ ધીમેધીમે કેટલાંક સિંગલ્સ લીધા પરંતુ તે પણ મેદાન પર ટકી શકયા નહીં. ધોનીની ધીમી ઇનિંગને કારણે ભારત છેલ્લી 12 ઓવરમાં ભારતીય ટીમ માત્ર 61 રન જ ફટકારી શકયું. એક સમયે 22 બોલ પર 19 રન બનાવી ચૂકેલ ધોની એ અંતમાં 37 બોલ પર 29 રન બનાવી નોટઆઉટ પેવેલિયન પાછું ફરવું પડ્યું.



તેની સાથે જ એમએસ ધોની ભારત માટે બીજી સૌથી ધીમી ઇનિંગ્સ (35 બોલથી વધુની ઇનિંગ્સ) રમનાર બેટસમેન બની ગયા છે. આ કોઇપણ ભારતીયની ઇન્ટરનેશનલ મેચોમાં સૌથી ધીમી બેટિંગ (37 બોલમાં 29 રન) છે. રવિનેદ્ર જાડેજા એ 2009માં ઇંગ્લેન્ડની સામે લૉર્ડસ સ્ટેડિયમમાં 37 બોલ પર 71.42ના સ્ટ્રાઇક રેટથી 25 રન બનાવ્યા હતા.