નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાણ પહેલા કરતાં વધી ગયો છે. ભારતે પાકિસ્તાને દરેક મોર્ચે જવાબ આપવાની ચેતવણી ઉચ્ચારી છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કહ્યું કે, જો પાકિસ્તાન ભારત પર એક પણ અણું બોમ્બથી હમલો કરશે તો ભારત 20 અણુ બોમ્બથી હુલ કરી પાકિસ્તાનને ખતમ કરી શકે છે.



પરવેઝ મુશર્રફ એ કહ્યું કે ભારત અને પાકિસ્તાનના સંબંધ ફરીથી ખતરનાક સ્તર પર પહોંચી ગયા છે. પરમાણુ હુમલા થશે નહીં. જો આપણે ભારત પર એક પરમાણુ બોમ્બથી હુમલો કરીશું તો ભારત આપણને 20 બોમ્બથી હુમલો કરી ખત્મ કરી શકે છે. ત્યારે એકમાત્ર ઉપાય એ છે કે આપણે પહેલાં તેના પર 50 પરમાણુ બોમ્બથી હુમલો કરવો જોઇએ જેથી કરીને તે આપણને 20 બોમ્બથી મારી ના શકે. શું તમે 50 બોમ્બની સાથે હુમલો કરવા માટે તૈયાર છો? આ એટલું સરળ નથી. એવી વાત ના કરો. હંમેશા એક સૈન્ય રણનીતિ હોય છે.



પુલવામા આતંકી હુમલા મીડિયા સાથે વાતચીત કરતાં મુશર્રફે કહ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદ એ મારા પર પણ હુમલો કરાવ્યો હતો. મૌલાના મસૂદ અઝહરે મને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. પુલવામા હુમલા બાદ ભારતમાં જે રીતે ઉશ્કેરવાની વાતો કરાઇ રહી છે, તેનાથી કાશ્મીરનો મુદ્દો ઉકેલાશે નહીં, પરંતુ આ આવી જ રીતે ચાલતો રહેશે.