નવી દિલ્હીઃ પાંચ મેચોની વનડે સીરીઝમાં પહેલી વનડે જીતીને ટીમ ઇન્ડિયા 1-0થી આગળ છે. હવે આવતીકાલે મંગળવારે નાગપુરમાં બીજી વનડે રમાવવાની છે. ટીમ ઇન્ડિયા જબરદસ્ત ફોર્મમાં છે, છતાં એક ટીમમાં એક મોટો ફેરફાર કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, બીજી વનડેમાં ટીમ ઇન્ડિયામાં ઓપનર તરીકે રોહિતની સાથે લગભગ કેએલ રાહુલને અજમાવવામાં આવી શકે છે. છેલ્લી બે મેચોમાથી ઓપનર તરીકે શિખર ધવન સંઘર્ષ કરતો દેખાઇ રહ્યો છે.
મીડિલ ઓર્ડરમાં વિરાટ કોહલી, અંબાતી રાયડુ અને મહેન્દ્ર સિંહ ધોની બરાબર ફિટ થઇ ગયા છે. ટીમમાં ઓલરાઉન્ડર તરીકે કેદાર જાધવ, વિજય શંકર અને રવિન્દ્ર જાડેજા સામેલ છે. રિપોર્ટ છે કે, રવિન્દ્ર જાડેજા અને વિજય શંકર બન્નેમાંથી એકને ટીમમાંથી પડતો મુકાઇ શકાય છે.
ટીમ ઇન્ડિયાની બૉલિંગ લાઇન અપની વાત કરીએ તો કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ જબરદસ્ત જોડી સાથે દેખાઇ રહ્યાં છે. જોકે, બીજી બાજુ બીજા સ્પીનર તરીકે યુજવેન્દ્ર ચહલને ટીમમાં લાવવો શંકાસ્પદ છે.