પાકિસ્તાનના PM ઇમરાન ખાન બાદ આ પૂર્વ પાક. ક્રિકેટરોએ આપ્યા ટીમ ઈન્ડિયાને અભિનંદન, જાણો કોણે શું કહ્યું
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટ કિપર મોઈન ખાને ભારતની જીત પર લખ્યું કે, કોઈપણ એશિયન ટીમ માટે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં જઈને હરાવવું સરળ નહોતું. ભારત આ જીતનું હકદાર હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમે કરાચીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, ટીમનું પરફોર્મેન્સ માટે વિરાટ કોહલીની ખૂબ પ્રશંસા થવી જોઈએ. મને લાગે છે કે આ પરફોર્મન્સ બાદ ટીમ ઈન્ડિયાનું ઘરેલું ક્રિકેટનું માળખું વધારે મજબૂત થશે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી જીત્યા બાદ ભારતીય ટીમને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને હાલના વડાપ્રધાન ઇમરાન ખાને અભિનંદન પાઠવ્યા હતા. જે બાદ પાકિસ્તાનના અનેક ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ વિરાટ કોહલી અને ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી.
રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક ટેસ્ટ સીરિઝ જીત માટે અભિનંદન. ક્રિકેટ વિશ્વમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ભારતે સમગ્ર સીરિઝમાં ઓસ્ટ્રેલિયા પર દબાણ બનાવી રાખ્યું હતું.
પાકિસ્તાનના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન મોહસિન ખાને ભારતની ઐતિહાસક જીતની પ્રશંસા કરતાં લખ્યું કે, ભારતને આ જીત તેના બેટ્સમેન અને બોલરોના પ્રદર્શનથી મળી છે. હું પૂજારા, કોહલી અને પંત સહિત અન્ય બેટ્સમેનોની ઈનિંગથી પ્રભાવિત થયો છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -