મુંબઈઃ મેજબાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ ત્રણ વનડે મેચની સીરીઝના પ્રથમ મેચમાં ભારતને 10 વિકેટે હારનો સામનો  કરવો પડ્યો, જેની આશા કોઈને પણ ન હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાના નિયમિત બેટિંગ ક્રમ ત્રણ પર આવવાના બદલે ચાર પર આવ્યા અને માત્ર 16 રન બનાવીને જ આઉટ થઈ ગયો. ત્યાર બાદ ફેન્સ સહિત દિગ્ગજ પણ તેના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે. સંજય માંજરેકરે ચેતવણી આપતા કહ્યું કે, જો આવું જ હ્યું તો ટીમ મુશ્કેલીમાં આવી જશે.


મેચમાં કોમેન્ટરી દરમિયાન હરભજન સિંહએ કહ્યું હતું,’તેઓ નંબર 3 પર બેટિંગ કરતા ભારતને ઘણી મેચોમાં જીત અપાવી ચૂક્યા છે. આ બેટિંગ ઓર્ડરને બદલવાની કોઇ જરૂર ન હતી.’ ભારેત ત્રીજી વિકેટ 140 અને ચોથી વિકેટ 156 રન પર ગુમાવી અને તેના પછી મેચની આખી બાજી જ બદલાઇ ગઇ. પૂર્વ ક્રિકેટર અને તાજેતરના પ્રખ્યાત કોમેન્ટેટર સંજય માંજરેકરએ પણ આ નિર્ણયની ખુબ ટીકા કરી છે. તેમણે કહ્યું,’આ યોગ્ય નિર્ણય ન હતો, આથી શ્રેયસ અય્યરને પાંચમા ક્રમે બેટિંગ કરવા ઉતરવું પડ્યુ. તેમણે પોતાને નંબર 4 પર સેટલ થવા માટે સમય લીધો (આ સિરીઝ પહેલા) જો ટીમ ઇન્ડિયા આવું યથાવત રાખે છે તો ટીમ એવી મુશ્કેલીમાં ફસાઇ જશે જેવી પેહલા હતી.’



મેચ પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીવીએસ લક્ષ્મણએ કહ્યું કે કોહલીનું નંબર ચાર પર બેટિંગ કરવા આવવું સફળ થઇ શક્યુ નહી. ટીમના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને વધારેમાં વધારે બોલ રમવા જોઇએ. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ યોજના કામ કરી રહી છે. સચિન તેંદુલકર દુનિયાનાં સૌથી મહાન બેટ્સમેન હતાં, પરંતુ તેમને ક્યારેય નંબર ચાર પર બેટિંગ કરવું પસંદ આવ્યું નથી. તમે ઇચ્છો છો કે તમારો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વધારે બોલ રમે અને મુકાબલાને પૂર્ણ કરે, ખાસ કરીને દુનિયાની સૌથી સારી ટીમ વિરૂદ્ધ. તેના અનુસાર બેટિંગમાં બદલાવનો પ્રયોગ કરવાથી પહેલા સામે વાળી ટીમને જોવી પડે. ઓસ્ટ્રેલિયાની બોલિંગ સામે કોઇ પણ પ્રયાગ કરવાની હિમ્મત નથી કરતું.



લક્ષ્મણે વધુમાં કહ્યું કે જાણીએ છીએ કે કોહલી કેએલ રાહુલની ફોર્મને જોતા તેને ટીમમાં ઇચ્છે છે, ત્યાં અનુભવને જોતા શિખર ધવનને પણ રમાડવા માંગતો હતો. પરંતુ વન-ડેમાં નંબર ચાર પર રાહુલ રમી શકે છે. કોહલી નંબર ત્રણ પર બેટિંગ કરે અને મેચને ચેજ કરતા પૂર્ણ કરે. ત્યાં જ લક્ષ્મણ સાથે મૈથ્યૂ હેડનએ કહ્યું કે, કોઇ નંબર ત્રણ પર 10 હજારથી વધુ રન બનાવી લે છે તો તેને તે જ નંબર પર બેટિંગ કરવી જોઇએ.

2019 વર્લ્ડ કપ સુધી ટીમ ઇન્ડિયા નંબર 4ના બેટિંગની સમસ્યા સામે જજુમી રહી હતી. વિરાટે પણ આ મેચની પછી કહ્યું હતું કે, આ નિર્ણય ટીમ માટે યોગ્ય ન રહ્યો અને આગામી મેચ પહેલા આ વિશે ફરીથી વિચારવું પડશે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. ટીમ ઇન્ડિયા 49.1 ઓવરમાં 255 રન પર ઓલ આઉટ થઇ ગઇ. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 37.4 ઓવરમાં જ વિકેટ ગુમાવ્યા વીના જ લક્ષ્યને હાંસલ કરી શાનદાર વિજય મેળવી લીધો.