ઓસ્ટ્રેલિયામાં જીત બાદ કોહલી એન્ડ કંપની પર થઈ ધનવર્ષા, BCCIએ ખોલ્યો ખજાનો, જાણો વિગત
પ્લેઇંગ 11 ઉપરાંત બીસીસીસીઆઈએ તમામ રિઝર્વ ખેલાડીઓ તથા સહયોગી સ્ટાફના સભ્યોને પણ રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ કહ્યું કે, આ બોનસ રકમ મેચ ફીના બરાબર હશે. પ્લેઇંગ ઇલેવનમાં રમાનારા ખેલાડી માટે મેચ ફી 15 લાખ રૂપિયા અને રિઝર્વ ખેલાડીઓ માટે સાડા સાત લાખ રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ કોચને પણ 25-25 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે કોચિંગ નહીં આપનારા સહયોગી સ્ટાફને પણ બોનસ મળશે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ ટેસ્ટ સીરિઝ જીતનારી ભારતીય ટીમના દરેક ખેલાડીને દરેક મેચ માટે 15 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હાર આપી 71 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -