ટીમ ઈન્ડિયાની જીત પર પાકિસ્તાનના PM ઈમરાન ખાને કર્યું ટ્વિટ, જાણો શું લખ્યું
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે 71 વર્ષના લાંબા ગાળા બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી હતી. 4 મેચની ટેસ્ટ શ્રેણી ટીમ ઈન્ડિયા 2-1થી જીત્યું હતું. ભારતે 2017માં ઘર આંગણે પણ સીરિઝ 2-1થી જીતી હતી. જેના કારણે બોર્ડર ગાવસ્કર ટ્રોફી પણ ભારત પાસે જળવાઈ રહી છે. ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક જીત બદલ ક્રિકેટ વિશ્વમાંથી અભિનંદન મળી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન અને પૂર્વ કેપ્ટન ઈમરાન ખાને વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપી છે.
ઈમરાન ખાને ટ્વિટ કરીને લખ્યું કે, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનારી ઉપખંડની પ્રથમ ટીમ બનવા પર વિરાટ કોહલી અને ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન. ઈમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાને 1992માં વર્લ્ડ કપ જીત્યોહતો. ઈમરાન ખાને તેના કરિયરમાં 88 ટેસ્ટ અને 175 વન ડે રમી છે.
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનારી ભારત પ્રથમ એશિયન ટીમ છે. આ પહેલા ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે ટેસ્ટ શ્રેણી હરાવી ચુક્યા છે.