પૂજારાએ ઓસ્ટ્રેલિયામાં કર્યું ‘વિરાટ કારનામું’, આ દિગ્ગજ ક્રિકેટર કહ્યું, પૂજારા બોલો તારા રારા....
સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમના ટેસ્ટ વિશેષજ્ઞ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ શાનદાર સદી ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું છે. પૂજારાએ કરિયરની 18મી અને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં ત્રીજી સદી ફટકારી છે. જેના કારણે પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 303 રન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજારા સીરિઝમાં ઈનિંગમાં ચોથી વખત 200થી વધારે બોલ રમ્યો હતો. તે ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કરનારો ભારતનો પ્રથમ બેટ્સમેન છે. એડિલેડ ઓવલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં પૂજારાએ 246 બોલમાં 123 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં 204 બોલમાં 71 રન ફટકાર્યા હતા. મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 319 બોલમાં 106 રન બનાવ્યા હતા. જ્યારે સિડનીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસના અંતે 250 બોલમાં 130 રન બનવી બેટિંગ કરી રહ્યો છે. આ પહેલા સુનીલ ગાવસ્કર 1977-78માં સીરિઝ દરમિયાન ત્રણ ઈનિંગમાં 200થી વધારે બોલ રમ્યા હતા.
હરભજન સિંહે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
પૂજારાએ સદી ફટકાર્યા બાદ તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ દરમિયાન ભારતના દિગ્ગજ સ્પિનર અને સીરિઝમાં કોમેન્ટ્રી કરી રહેલા હરભજન સિંહે ટ્વિટ કરીને લખ્યું કે, પૂજારા બોલો તારા રારા... ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચમાં ત્રણ સદી
- - - - - - - - - Advertisement - - - - - - - - -