ઓસ્ટ્રેલિયન પીએમ સ્કૉટ મૉરિસને રિષભ પંતને મળતા જ ઓળખી લીધો ને કરી મજાક, બોલ્યા તો તમે જ છો......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રીજી ટેસ્ટમાં જબરદસ્ત સ્લેજિંગ બાદ ટિમ પેનની પત્ની બોની પેને પણ રીષભ પંત સાથે મજાકીય મૂડમાં એક ફોટો પૉસ્ટ કરીને તેને બેબીસીટર કહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ત્રીજી ટેસ્ટ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમોના ખેલાડીઓ પીએમ સ્કૉર મૉરિસનના નિવાસ સ્થાને યોજાયેલા એક કાર્યક્રમમાં સામેલ થયા હતા.
ત્રીજી ટેસ્ટ ભારતીય ટીમે 137 રને જીતી લીધી હતી, બાદમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને પોતાના ઘરે બન્ને ટીમો માટે એક કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન પીએમ સ્કૉટ મૉરિસન રીષભ પંતને મળતા જ ઓળખી ગયા અને કહ્યું કે, Aah yes! You sledge right? ('તો તમે છો જે સ્લેજિંગ કરો છો')
નવી દિલ્હીઃ હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે, અહીં બન્ને ટીમો એકબીજા સામે જબરદસ્ત સ્લેજિંગ કરી રહી છે. આમાં સૌથી વધુ સ્લેજિંગ યુવા ભારતીય વિકેટકીપર રીષભ પંત કરી રહ્યો છે. તેને ત્રીજી ટેસ્ટમાં ટિમ પેનને સ્લેજિંગથી પરેશાન કરી દીધો હતો, બાદમાં આ મામલો ખુબ ચર્ચામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -