Ind vs Aus 1st T20: ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટી-20માં ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવ્યું, ચહલ-જાડેજા જીતના હીરો

વિરાટ કોહલીએ આજની મેચમાં ટી નટરાજનના ડેબ્યૂ ઉપરાંત કેટલાક ફેરફાર કર્યા છે. સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સમાવ્યા છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 Dec 2020 06:29 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝની પહેલી મેચ માનુકા ઓવલ કેનબેરા મેદાન પર રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિન્ચે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનુ પસંદ...More

ત્રણ મેચની ટી20 સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવી દીધું હતું. 162 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 150 રન જ કરી શકી હતી. આરોન ફિન્ચે 35, ડાર્સી શોર્ટ 34 અને મોઝેઝ હેનરિક્સે 30 રન કર્યા. જ્યારે ભારત માટે ટી. નટરાજન અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી.