ટીમ ઈન્ડિયામાં કોહલી, બુમરાહની વાપસી
ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયા સામેની વનડે અને ટી20 ટીમમાં વાપસી તઈ છે. કોહલીને ન્યૂઝિલેન્ડ સામેની અંતિમ બે વન ડે અને ટી20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરશે. આ ઉપરાંત ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની પણ વાપસી થઈ છે.
વાંચોઃ પુલવામા હુમલા બાદ ગુજરાતના કયા ક્રિકેટ એસોશિયેસને પાકિસ્તાનનું નામ હટાવ્યું, જાણો વિગત
કેટલા વાગે થશે ટોસ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે મેચની T20 શ્રેણી પૈકીની પ્રથમ મેચ આજે વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 6.30 કલાકે ટોસ થશે અને 7.00 વાગ્યાથી મેચ શરૂ થશે.
વાંચોઃ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ રમવાને લઈને વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું....
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનસ સ્ટાર સ્પોર્ટ્સ 1 પરથી થશે. જ્યારે હિન્દી કોમેન્ટ્રી સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર પરથી જોઈ શકાશે.
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), કૃણાલ પંડ્યા, વિજય શંકર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ અને મયંક માર્કંડેય
ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિંચ (કેપ્ટન), ડાર્સી શોર્ટ, પેટ કમિન્સ, એલેક્સ કેરી, જેસન બેહરેનડોર્ફ, નાથન કુલ્ટર નાઇલ, પીટર હેન્ડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, ગ્લેન મેક્સવેલ, જાય રિચર્ડસન, કેન રિચર્ડસન, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર અને એડમ ઝમ્પા