મોહાલીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વન ડે મેચની શ્રેણી પૈકીની ચોથી મેચ રવિવારે રમાશે. ભારતીય ટીમ આ મેચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વગર ઉતરશે. ધોનીન સીરિઝની બાકીની બંને મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ આરામ આપવામાં આવ્યો છે, તેના સ્થાને ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની ચોથી મેચ પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિંદ્રા સ્ટેડિયમ, મોહાલીમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.00 કલાકે ટોસ થસે અને 1.30 કલાકથી મેચ શરૂ થશે.


મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. હિન્દી કોમેન્ટ્રી સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પરથી પ્રસારિત થશે. ભારત-ઓસ્ટ્રેલિયા ચોથી વન ડેનું લાઇવ સ્ટ્રિમિંગ હોટ સ્ટાર પરથી જોઈ શકાશે.


ચોથી વન ડે માટે સંભવિત ભારતીય ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, રિષભ પંત, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ

વાંચોઃ મોહાલી વન ડેમાં ટીમ ઈન્ડિયામાં શું થશે બદલાવ, જાણો વિગત