INDvAUS: આવતીકાલથી ત્રીજી ટેસ્ટ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે ટેલિકાસ્ટ
ભારતીય સમય પ્રમાણે સવારે 5.00 કલાકથી મેચનો પ્રારંભ થશે. ભારતીય ટીમે મેચના એક દિવસ પહેલા જ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. મયંક અગ્રવાલ ટેસ્ટ ડેબ્યૂ કરશે. ઉપરાંત મેચમાં ભારત નવી ઓપનિંગ જોડી પણ અજમાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રીજી ટેસ્ટ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ
મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પરથી જોઈ શકાશે. અંગ્રેજી કોમેન્ટ્રી સોની સિક્સ અને સોની સિક્સ HD પરથી તથા હિન્દી કોમેન્ટ્રી સોની ટેન 3 અને સોની ટેન 3 HD પરથી પ્રસારિત થશે થશે. સોની LIV પરથી મેચનું લાઇવ સ્ટ્રિમિંગ નિહાળી શકાશે.
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી 4 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ બાદ બંને ટીમો 1-1થી બરોબરી પર છે. બુધવાર, 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટનો પ્રારંભ થશે. ક્રિસમસ પછીના દિવસે શરૂ થતી ટેસ્ટને ‘બોક્સિંગ ડે ટેસ્ટ’ તરીકે ઓળખવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -