India vs Australia: ત્રીજી વનડેમાં ભારતની 13 રને જીત, હાર્દિકના 92 રન, નટરાજનની બે વિકેટ

ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ત્રણ મેચોની વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયા 2-0થી કબજો જમાવી ચૂકી છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 Dec 2020 07:50 PM
ઓસ્ટ્રેલિયા તરફથી ટાર્ગેટનો પીછો કરતા સૌથી વધુ કેપ્ટન ફિન્ચ 75 અને મેક્સવેલ 59 રન બનાવ્યા હતા. બન્નેની અડધી સદીઓની મદદથી કાંગારુ ટીમ 289 રન કરી શકી હતી. ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા 289 રન ઓલઆઉટ થઇ ગઇ હતી.
સતત બે વનડે મેચોમાં હારનો સામનો કર્યો બાદ ટીમ ઇન્ડિયાએ ત્રીજી વનડેમાં કાંગારુ ટીમને 13 રનથી હરાવી દીધી. ઓસ્ટ્રેલિયાએ સીરીઝ પર 2-1થી કબજો જમાવ્યો છે.
ભારતને જીત માટે એક વિકેટની જરૂર, ઓસ્ટ્રેલિયાની નવ વિકેટ પડી, 47.3 ઓવરોમાં 280 રન, એડમ જામ્પા 1 રન અને જૉસ હેઝલવુડ 2 1 રને ક્રિઝ પર, જીત માટે 23 રનની જરૂર
ઓસ્ટ્રેલિયાની ઉપરાછાપરી બે વિકેટો પડી, સીન એબૉટને શાર્દૂલે આઉટ કર્યો, નટરાજને બીજી વિકેટ લેતા એસ્ટન એગરને કુલદીપ યાદવના હાથમાં ઝીલાવી દીધો. એબૉટ 4 રન અને એગર 28 રન બનાવીને આઉટ થયા, ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 279/9
45 ઓવર બાદ ઓસ્ટ્રેલિયા ટીમનો સ્કૉર 7 વિકેટે 270 રન, એસ્ટન એગર 23 રન અને સીન એબૉટ 1 રન રમતમાં, કાંગારુ ટીમને જીતવા માટે 30 બૉલમાં 33 રનની જરૂર

આક્રમક બેટિંગ કરી રહેલા મેક્સવેલને બુમરાહે 59 રન પર ક્લિન બૉલ્ડ કર્યો. મેક્સવેલે 4 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે આક્રમક બેટિંગ કરીને ફિફ્ટી ફટકારી હતી
કાંગારુ ટીમ 6 વિકેટના નુકશાને 44 ઓવરમાં 253 રન, ગ્લેન મેક્સવેલ 57 રન અને એસ્ટન એગર 21 રને રમતમાં, જીત માટે 37 રનની જરૂર

મેચમાં સાતમા નંબર પર આવેલા ગ્લેન મેક્સવેલે ભારત સામે ફરી એકવાર આક્રમક અંદાજમાં બેટિંગ કરી, મેક્સવેલે આક્રમક ફિફ્ટી ફટકારીને ટીમના સ્કૉરને 250 રનને પાર પહોંચાડી દીધો
ભારતને છઠ્ઠી સફળતા રન આઉટના રૂપમાં મળી છે. એલેક્સ કેરીને કોહલીએ થ્રૉ કરીને રન આઉટ કરાવ્યો છે, કેરી 42 બૉલમાં 4 ચોગ્ગા સાથે 38 રન બનાવીને આઉટ થયો.
કુલદીપ યાદવે કેમરુન ગ્રીનનને 21 રને જાડેજાના હાથમાં કેચ કરાવ્યો, 33 ઓવરમાં કાંગારુ ટીમ પાંચ વિકેટ ગુમાવીને 168 રન બનાવી શકી છે. એલેક્સ કેરી 22 રન અને ગ્લેન મેક્સવેલ 4 રને ક્રિઝ પર
ઓસ્ટ્રેલિયા 26 ઓવરમાં 4 વિકેટના નુકશાને 133 રન, કેમેરૉન ગ્રીન 12 રન અને એલેક્સ કેરી 1 રન બનાવીને ક્રિઝ પર
ઓસ્ટ્રેલિયા 26 ઓવરમાં 4 વિકેટના નુકશાને 133 રન, કેમેરૉન ગ્રીન 12 રન અને એલેક્સ કેરી 1 રન બનાવીને ક્રિઝ પર
જાડેજાએ ભારતને અપાવી ચોથી સફળતા, 25.3 ઓવરમાં જાડેજાના બૉલને ફટકારવા જતા એરોન ફિન્ચે વિકેટ ગુમાવી, ફિન્ચ 82 બૉલમાં 3 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 75 રન બનાવીને આઉટ.
શાર્દૂલ ઠાકુરે ભારતને ત્રીજી સફળતા અપાવતા હેનરિક્સને આઉટ કર્યો, શાર્દૂલની બૉલ પર હેનરિક્સ 22 રનનો સ્કૉર કરીને ધવને કેચ આપી બેઠો. ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 23 ઓવરમાં 3 વિકેટે 117 રન
21 ઓવરના અંતે કાંગારુ ટીમનો સ્કૉર 2 વિકેટ ગુમાવીને 111 રને પહોંચ્યો છે. કેપ્ટન એરોન ફિન્ચ 67 અને હેનરિક્સ 22 રને ક્રિઝ પર છે
21 ઓવરના અંતે કાંગારુ ટીમનો સ્કૉર 2 વિકેટ ગુમાવીને 111 રને પહોંચ્યો છે. કેપ્ટન એરોન ફિન્ચ 67 અને હેનરિક્સ 22 રને ક્રિઝ પર છે
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે આઇપીએલ 2020માં ધમાલ મચાવનારા ફાસ્ટ બૉલર ટી નટરાજનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો છે. 27 વર્ષીય નટરાજન યોર્કર કિંગ બૉલર ગણાય છે. આ ડેબ્યૂ સાથે ટી નટરાજન ભારત તરફથી ડેબ્યૂ કરનારો 232 નંબરનો ખેલાડી બની ગયો છે. ટી નટરાજન તામિલનાડુની ટીમમાંથી રમે છે.
13 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયા ટીમ 2 વિકેટ ગુમાવીને 66 રન બનાવી શકી છે. કેપ્ટન એરોન ફિન્ચ 35 રન અને મોઇસીસ હેનરિક્સ 9 રન બનાવીને ક્રિઝ પર છે.
ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો શાર્દુલ ઠાકુરે આપ્યો, શાર્દૂલે સતત બે વનડેમાં સદી ફટકારી ચૂકેલા સ્ટીવ સ્મિથને પણ 7 રને (15) રાહુલના હાથમાં ઝીલાવી દીધો.
303 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કાંગારુ ટીમની શરૂઆત નબળી રહી. ઓપનર માર્નસ લાબુશાનેને યાર્કર કિંગ ટી નટરાજને માત્ર 7 (13) રનના અંગત સ્કૉરે ક્લિન બૉલ્ડ કરી દીધો. આ સાથે નટરાજને ડેબ્યૂ મેચમાં દમદાર શરૂઆત કરતા પહેલી વિકેટ પોતાના નામે કરી હતી.
ત્રીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાના જીતવા માટે 303 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી ના રહી. પરંતુ હાર્દિક, કોહલી અને જાડેજાની દમદાર બેટિંગના સહારે 5 વિકેટ ગુમાવીને ભારતે 50 ઓવરમાં 302 રન બનાવી લીધા. આ સાથે ત્રીજી વનડેમાં ભારતને સન્માનજનક સ્કૉર મળી શક્યો હતો.
50 ઓવર રમીને ભારતીય ટીમે 5 વિકેટના નુકશાને 302 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી જૉસ હેઝલવુડ 1, સીન અબૉટ-1, એડમ જામ્પા-1 અને એસ્ટન એગર-2 વિકેટ મળી હતી.

ભારત તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ 92 રન (76), રવિન્દ્ર જાડેજા 66 રન (50) અને વિરાટ કોહલી 63 રન (78) બનાવ્યા હતા. આની સાથે ભારતે ત્રીજી વનડેમાં કાંગારુને જીતવા માટે 303 રનનુ લક્ષ્ય આપ્યુ છે.
ઓસ્ટ્રેલિયા ટીમઃ- એરોન ફિન્ચ (કેપ્ટન), માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોજેજ હેનરિક્સ, એલેક્સ કેર, કેમરૂન ગ્રીન, એગર, સીન અબૉટ, એડમ જામ્પા, જૉશ હેઝલવુડ.

ભારતીય ટીમઃ- શિખર ધવન, શુમન ગીલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ.

બ્રેકગ્રાઉન્ડ


ત્રીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાના જીતવા માટે 303 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી ના રહી. પરંતુ હાર્દિક, કોહલી અને જાડેજાની દમદાર બેટિંગના સહારે 5 વિકેટ ગુમાવીને ભારતે 50 ઓવરમાં 302 રન બનાવી લીધા. આ સાથે ત્રીજી વનડેમાં ભારતને સન્માનજનક સ્કૉર મળી શક્યો હતો.



 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.