INDvAUS: સુનીલ ગાવસ્કરના આ રેકોર્ડને તોડવાથી થોડો જ રહી ગયો ડેબ્યૂ ખેલાડી મયંક, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Dec 2018 02:44 PM (IST)
1
મયંક બીજી ઈનિંગમાં 102 બોલ પર 42 રન બનવી પેટ કમિન્સની બોલિંગમાં બોલ્ડ થયો હતો. મયંકનો ટેસ્ટમાં લોકેશ રાહુલની જગ્યાએ સમાવેશ કરાયો હતો.
2
પ્રથમ ઈનિંગમાં 76 રન બનાવનારા મયંકે બીજી ઈનિંગમાં 42 રન બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયા તરફથી બીજી ઈનિંગમાં બેસ્ટ સ્કોરર પણ રહ્યો હતો. તેણે બંને ઈનિંગમાં મળી 118 રન બનાવ્યા હતા. પરંતુ સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડવાથી રહી ગયો હતો. ગાવસ્કરે બંને ઈનિંગમાં મળી 132 રન બનાવ્યા હતા.
3
મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝની ત્રીજી મેચમાં ભારત રેકોર્ડ રચવાથી માત્ર 2 વિકેટ જ દૂર છે. આ મેચ દરમિયાન બીજી ઈનિંગ દરમિયાન ભારત તરફથી ડેબ્યૂ કરનારો ઓપનર મયંક અગ્રવાલ માત્ર 8 રનથી એક ખાસ રેકોર્ડ બનાવવાથી ચુકી ગયો. ઉપરાંત ભારતના દિગ્ગજ ઓપનર સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ પણ તોડી શક્યો નહોતો.