INDvAUS: બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા 8 રન, ભારતથી હજુ 435 રન પાછળ
બીજા દિવસે લંચ બાદ ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી 204 બોલમાં 82 રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો. જે બાદ પૂજારા પણ 319 બોલમાં 106 રન બનાવી આઉટ થયો હતો. કોહલી આઉટ થયો તે પહેલા તેણે પૂજારા સાથે 170 રનની ભાગીદારી કરી હતી. બીજા દિવસે પ્રથમ સત્રમાં ટીમ ઈન્ડિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 62 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજા સત્રમાં ટીમ ઈન્ડિયાએ કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાની વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા હતા. પૂજારાએ ટેસ્ટ કરિયરની 17મી અને વર્તમાન શ્રેણીમાં બીજી સદી ફટકારી હતી. 280 બોલમાં 10 ફોરની મદદથી પૂજારા સદી પૂરી કરી હતી.
આ પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગ 7 વિકેટના નુકસાન પર 443 રન બનાવી ડિકલેર કરી હતી. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ સર્વાધિક 106 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ 82 અને ડેબ્યૂ મેન હનુમા વિહારીએ 76 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 63 રને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સર્વાધિક 3 વિકેટ લીધી હતી.
બોક્સિંગ ડેથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસે ભારતે ધીમી પણ મક્કમ બેટિંગ કરતાં દિવસના અંતે 89 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા 68 અને કેપ્ટન વિરાટ કોહલી 67 રને રમતમાં હતા.
મેલબોર્નઃ સીરિઝની ત્રીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ ઈનિંગ 443 રને ડિકલેર કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં બીજા દિવસના અંતે વિના વિકેટે 8 રન બનાવ્યા છે. એરોન ફિંચ 3 અને માર્કસ હેરિસ 3 રને રમતમાં છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં ભારતથી હજુ 435 રન પાછળ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -