INDvAUS: પૂજારાએ સદી ફટકારવાના મામલે ગાંગુલીને રાખ્યો પાછળ, બનાવી દીધા આ મોટા રેકોર્ડ, જાણો વિગત
પૂજારાએ સદી ફટકારવાની સાથે જ ટેસ્ટમાં સદીના મામલે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ રાખી દીધો છે. ગાંગુલીએ ટેસ્ટમાં 16 સદી ફટકારી છે. સદી મારવાના મામલે તેણે વીવીએસ લક્ષ્મણની બરોબરી કરી લીધી છે. લક્ષ્મણની ટેસ્ટમાં 17 સદી છે, જ્યારે પૂજારાએ આજે 17મી સદી ફટકારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજારા એમસીજી પર રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા સચિને 1999માં 116 રન, વીરેન્દ્ર સેહવાગે 2003માં 195 રન, 2014માં અજિંક્ય રહાણેએ 147 અને વિરાટ કોહલીએ 169 રનની ઈનિંગ રમી હતી.
પૂજારાએ સદી પૂરા કરવા 280 બોલ લીધા હતા. જે ઓસ્ટ્રેલિયામાં કોઇપણ ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી ત્રીજી સૌથી ધીમી સદી છે. આ લિસ્ટમાં પ્રથમ નંબર પર ટીમ ઈન્ડિયાનો વર્તમાન કોચ રવિ શાસ્ત્રી છે. શાસ્ત્રીએ 1992માં સિડનીમાં 307 બોલ રમીને સદી પૂરી કરી હતી. જે બાદ સુનીલ ગાવસ્કરનું નામ આવે છે. તેમણે 286 બોલમાં સદી પૂરી કરી હતી. ચોથા નંબર પર મોહિંદર અમરનાથ છે. અમરનાથ સદી પૂરી કરવા માટે 273 બોલમાં રમ્યા હતા.
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ સ્થિતિ મજબૂત કરી લીધી છે. પૂજારાએ ટેસ્ટ કરિયરની 17મી અને વર્તમાન શ્રેણીમાં બીજી સદી ફટકારી હતી. 280 બોલમાં 10 ફોરની મદદથી પૂજારા સદી પૂરી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -