INDvAUS: પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની હારના આ રહ્યા કારણો ? જાણો વિગત
ટોપ ઓર્ડરનો કંગાળ દેખાવઃ 289 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમને ઓપનરો મજબૂત શરૂઆત અપાવશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ ધવન આઉટ થયા બાદ કોહલી અને રાયડુ એક જ ઓવરમાં આઉટ થઈ જતાં ભારતનો સ્કોર 4 રનમાં 3 વિકેટ થઈ ગયો હતો. ભારત તેમાંથી ક્યારેય બહાર આવી શક્યું નહોતું. રોહિત શર્માએ 133 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધુ પડતો આત્મવિશ્વાસઃ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ વન ડે રમવા ઉતરેલી ભારતીય ટીમનો વધુ પડતો આત્મવિશ્વાસ નડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન ભારતીય બોલર્સ નિયમિત વિકેટ ઝડપી શક્યા નહોતા. ઉપરાંત ભારતીય ટીમે બેટિંગમાં ઓસ્ટ્રેલિયાના નવોદિત ફાસ્ટ બોલર્સને હળવાશથી લીધા હતા. નવોદિત રિચાર્ડસનને 4 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ધોનીની ધીમી બેટિંગઃ ભારતીય ટીમનો વિકેટકિપર ધોની સેટ થયા બાદ લાંબી ઈનિંગ રમી ફરી એક વખત ફિનિશરની ભૂમિકા ભજવશે તેવી ક્રિકેટ ચાહકોને આશા હતી. ધોની 96 બોલમાં માત્ર 51 રન જ કરી શક્યો હતો. જેના કારણે સામેથી રોહિત શર્મા પર બિનજરૂરી દબાણ સર્જાયું હતું.
સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન ડેમાં ભારતની 34 રનથી હાર થઈ હતી. 289 રનનાં લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 254 રન જ કરી શકી હતી. મેચમાં રોહિત શર્મા સિવાય ભારતના કોઈ બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાના બોલર્સનો મક્કમતાથી સામનો કરી શક્યા નહોતો. ટેસ્ટ શ્રેણી 2-1થી જીત્યા બાદ વન ડે પણ સરળતાથી જીતશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ તેમ થયું નથી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 288 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 59, શોન માર્શે 54 અને પીટર હેન્ડકોમ્બે 73 રનનું યોગદાન આપ્યું હતું. માર્કસ સ્ટોયનિસ 47 રને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ભુવનેશ્વર અને કુલદીપે 2-2 વિકેટ લીધી હતી. જાડેજાને એક સફળતા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -